શ્રી દિગમ્બર જૈન ધર્મ ના પયુઁષણ મહાપર્વ નો અંનત ચતુર્દશી સંવત્સરી નો દિવસ મંગળવારે ઉજવાશે
(ચેતન ચૌહાણ દ્વારા)
પરમ ઉપકારી પૂજય કહાન ગુરુદેવશ્રી ના આશીષ તલે શ્રીદિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર-બોટાદ મધ્યે ભાદરવા-સુદ-૫ થી તા:-8-9-2024 થી શરુ થયેલા દશલક્ષણ ધર્મ પવાઁધીરાજ પર્યુષણ મહાપર્વ ભાદરવા સુદ-૧૪ ને તા:-17-9-2024 ને મંગળવાર ના રોજ અંનત ચતુર્દશી -સંવત્સરી નો મંગલ અંતીમ દિવસ ઉજવાશે પયુઁષણ પર્વ પ્રસંગે દશલક્ષણ ધર્મ ઉત્તમ ક્ષમા,માર્દવ,આર્જવ, સત્ય,શૌચ, સંયમ,તપ,ત્યાગ, આંકિચન્ય અને ઉત્તમ બ્રહ્મચર્ય ઉપરોક દશધમઁ મંડળ વિધાન ની ભવ્યાતિભવ્ય રચના બોટાદ જિનમંદિર માં કરવામાં આવેલ છે, મુમુક્ષ દસ દિવસ જિનેન્દ્ર અભીષેક, પુજા, પૂજય ગુરુદેવશ્રી ના તત્વરોચક પ્રવચનો, ભકિત, પ્રતિક્રમણ આરતી ધમઁ આરાધના પૂર્વક કરેછે, બોટાદ દિગમ્બર જૈન સંઘ માં આત્માર્થી મનીષભાઈ અરવિંદભાઈ શાહ એ દસ ઉપવાસ ની ઉગ્ર તપશ્ચર્યા કરીછે અને મુમુક્ષ માં ધમઁમય આનંદ છવાઈ ગયોછે, સંઘ સમુહ પારણા, પ્રભાવના સંઘજમણ થી પૂર્ણાહુતિ થશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.