લાખાજીરાજ રોડ પર ફેરીયા અને પોલીસ વચ્ચે માથાકૂટ : એ- ડિવિઝન પોલીસે બહેનોને દુર કર્યા - At This Time

લાખાજીરાજ રોડ પર ફેરીયા અને પોલીસ વચ્ચે માથાકૂટ : એ- ડિવિઝન પોલીસે બહેનોને દુર કર્યા


શહેરના લાખાજીરાજ રોડ પર વેપારીઓની રજૂઆત બાદ પાથરણાવાળાઓને બેસવાની મનાઇ ફરમાવવામાં આવી છે. પરંતુ દિવાળીના તહેવારોમાં આ જુના વિસ્તારોમાં ધંધો કરવા દેવા ગરીબ શ્રમજીવીઓ રજુઆત કરી રહ્યા છે.
ગઇકાલે રવિવારે ફરી ભીડના સમયમાં મહિલાઓ સહિતના ફેરીયા માલ વેંચવા બેઠા હતા. જયાં બેસવાની કોર્પો.એ ના પાડી હોય અને તેઓ દુર ન જતા એ ડીવીઝન પોલીસ સ્થળ પર પહોંચી હતી.
મહિલાઓને ઉઠાવતા માથાકૂટ થઇ હતી. એક તબકકે મહિલા પોલીસે આ ધંધાર્થીઓને પકડીને દુર ખસેડવા પડયા હતા. ગરીબ ધંધાર્થીઓએ રોકકળ કરી હતી અને એક બહેન અર્ધબેભાન થઇ ગયા હતા.
આ ધમાલ વચ્ચે બજારમાં ફરી ટ્રાફિક જામ થઇ ગયો હતો. જોકે કોર્પો.એ નજીકમાં આવેલી લાખાજીરાજ સ્કુલના મેદાન સિવાય ધંધાર્થીઓને કયાંય બેસવા દેવામાં નહીં આવે તેવું જણાવ્યું છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.