સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ગામે 15 વર્ષથી પીવાના પાણીની ગંભીર સમસ્યા! - At This Time

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ગામે 15 વર્ષથી પીવાના પાણીની ગંભીર સમસ્યા!


તા.16/11/2022/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના અનેક તાલુકાઓ આજે પણ વિકાસથી વંચિત રહ્યા છે ત્યારે છેલ્લા અનેક વર્ષોથી એકધારી સત્તા ભોગવતા સત્તાધારી પક્ષે અને ગામડાઓની સમસ્યાનો ઉકેલ લાવવા માટે જરા પણ ફિકર ચિંતા કરી ન હોવાનું હાલમાં ચૂંટણી સમયે સામે આવ્યું છે. અનેક ઉમેદવારો સામે પણ અસંતોષની લાગણી ફેલાઈ છે આમ છતાં પણ અનેક સમસ્યાઓનો સામનો કરી રહેલા સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકાના અનેક ગામડાઓ આજે સમસ્યાઓનો ભોગ બન્યા છે અને આજે જ્યારે, અનેક ગામડાઓ સુવિધાઓથી વંચિત રહ્યા છે ત્યારે હાલમાં ગામડાઓમાં પણ આ વખતે ચૂંટણીમાં ઠેર ઠેર બહિષ્કારોને ચીમકી આપી છે અને કોઈપણ રાજકીય પક્ષે પોતાના ગામમાં પ્રવેશ ન કરવાની અનેક ગામડાઓએ હાલમાં ચીમકી ઉચ્ચારી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ગામ ખાતે છેલ્લા 15 વર્ષથી ગંભીર પાણીની સમસ્યા સર્જાયેલી છે. અનેકવાર મુખ્યમંત્રી તેમજ પંચાયતના સરપંચ તેમજ ધારાસભ્યોને અનેક વાર આ અંગેની રજૂઆતો કરી હોવા છતાં પણ આ પ્રશ્નનું આજ દિન સુધી નિરાકરણ ન આવતા હાલમાં રાવળીયાવદરના ગ્રામજનોએ મીડિયા સમક્ષ પોતાની પીવાના પાણીની સમસ્યા અંગેનો ચિતાર આપ્યો છે. ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયા વદર રામપરા ગામ સહિત ખેતીલાયક સિંચાઈના પાણી તેમજ પીવાના પાણીની સમસ્યાથી લોકો ત્રાહીમામ છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર રામપરા સહિત ગામોમાં સિંચાઈ તેમજ પીવાના પાણીથી લોકો આજની તારીખમા પણ વલખા મારી રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો ધ્રાંગધ્રા તાલુકામાં મોટાભાગે નર્મદા કેનાલના પાણીથી ખેડૂતો માટે આશીર્વાદ સાબિત થઈ છે પરંતુ 31 ગામોમાં સિંચાઈના પાણીના મળવાથી આજે ખેડૂતોને હેરાનગતીનો વારો આવ્યો છે ધ્રાંગધ્રા તાલુકાના રાવણીયાવદર રામપરા સહિત અનેક ગામોમાં ખેડૂતો સિંચાઈના પાણી માટે કફોડી હાલત બની છે જેને હિસાબ ખેડૂતોને શિયાળુ પાક લેવામાં મુશ્કેલી સામે આવી રહી છે હાલ શિયાળો સિઝનમાં ઘઉં ચણા સહિતની ખેતીની સિઝન હોય પરંતુ અપૂરતા પાણીને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે જ્યારે આ વિસ્તારના ખેડૂતોની માંગ છે કે સરકાર શ્રી દ્વારા તાત્કાલિક ધોરણે નર્મદાના પાણી સિંચાઈ માટે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં આપે જેથી કરીને શિયાળુ પાકનું વાવેતર કરી શકાય.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.