ધાંગધ્રા હાઈવે પરથી વિદેશી દારૂ ભરેલ આઇસર સહિત રૂ.30 લાખથી વધુનો મુદ્દામાલ સાથે ડ્રાઇવરને ઝડપી લીધો.
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
વિદેશી દારૂની બોટલો નંગ 4776 કિ.રૂ.19,93,260 તથા આઇશર ટ્રક રૂ.10,00,000 સહિત કિ.રૂ.30,01,360 નો મુદ્દામાલ જપ્ત કર્યો.
સુરેન્દ્રનગર જીલ્લા એલ.સી.બી. સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતા અલગ અલગ હાઇવે રોડ પર ખાસ પેટ્રોલીંગ હાથ ધરી,અમુક વાહનો વીદેશી દારૂનો જથ્થો ભરી વિદેશી દારૂની હેરાફેરી કરતા હોય તેવામાં સુરેન્દ્રગર જીલ્લા એલ.સી.બી ના સ્ટાફ દશરથભાઇ રબારી, અજીતસિંહ ડોડીયા સહિતના ઓને મળેલી બાતમીના આધારે માલવણથી ધ્રાંગધ્રા તરફ આવતા આઈસર વિદેશી દારુનો જથ્થો હોવાની હકીકતને લઇને રામદેવપુર ગામના બોર્ડે પાસે એલ.સી.બી સ્ટાફ સાથે વોચ ગોઠવી ઉભા તેવા સમયે દરમિયાન આઇશર રજી. જીજે 08 ઝેડ 5181 આઈસરને રોકી તપાસ કરતા અંદરથી ખાલી કેરેટ નીચે છુપાવેલો જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારુની બોટલ નંગ 4776 કિ.રૂ.19,93,260 નો મળી આવતા પોલીસે આઈસર ચાલક માંગીલાલ શાક્લારામ કરગટા રહે રાજસ્થાન વાળાને ઝડપી પાડી તેઓની પાસેથી આઈસર કિ.રૂ.10,00,000 લાખ એક મોબાઇલ કિ.રૂ.500 ખાલી કેરેટ નંગ 150 કિ.રૂ.7500 એમ કુલ મળીને કિ.રૂ.30,01,360 નો મુદ્દામાલ જપ્ત કરી આઈસર ચાલકની પ્રાથમિક પુછપરછમા મોરબી ખાતે વિદેશી દારુની ડિલેવરી આપવાની હોય તથા દારુ મોકલનાર લલીત જાની રહે ઉદેયપુર, લખન લુહાર, ઉદેયપુર લખેલ મોબાઇલ નંબર વાળી શખ્સ તથા મોરબી ખાતે દારુની ડીલેવરી લેનાર શખ્સોના ખુલાસો કરતા પોલીસે તમામ વિદેશી દારુ સહિત મુદ્દામાલ જપ્ત કરી તાલુકા પોલીસ સ્ટેશને સોંપી આઈસર ચાલક માંગીલાલ કરગટા અને પુછપરછમા ખુલાસા કરેલ અન્ય ચાર વિરુધ્ધ ગૃન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.