મોડાસામાં ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રા નીકળી - At This Time

મોડાસામાં ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રા નીકળી


મોડાસા શહેરમાં પરશુરામ જયંતિની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીના ભાગ રૂપે ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રા શુક્રવારે સાંજના સમયે નીકળી હતી. શહેરના માલપુર રોડ પરથી નીકળેલી શોભાયાત્રા ડીપી રોડ,પાવન સીટી,ચાર રસ્તા થઈ સંસ્કૃત પાથશાળા પહોંચી હતી. આ શોભાયાત્રામાં જિલ્લાભરમાંથી બ્રહ્મ સમાજના પરિવારો જોડાયા હતા અને વિવિધ સમાજ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બ્રહ્મ સમાજ દ્વારા મહાઆરતી અને બ્રહ્મ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.