ધંધુકામાં દર મહિનાના પહેલા શનિવારે RTO કેમ્પ જુના રેસ્ટ હાઉસ ખાતે યોજાશે.
ધંધુકામાં દર મહિનાના પહેલા શનિવારે RTO કેમ્પ
જુના રેસ્ટ હાઉસ ખાતે યોજાશે.
ધંધુકા વિસ્તારના ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીને લેખિત રજૂઆત કરી હતી.
અમદાવાદ જીલ્લા ના ધંધુકામાં પહેલાં દર મહિનાના પ્રથમ મંગળવારે આરટીઓ કેમ્પ યોજાતો હતો પણ છેલ્લા ઘણા વર્ષથી આરટીઓ કેમ્પ ધંધુકા ખાતે બંધ હતો. જેના લીધે આ વિસ્તારના લોકોને આરટીઓના કામ અંગે 75 કિલોમીટર દૂર બાવળા ખાતે જવું પડતું હતું. ધંધુકા વિસ્તારના ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીને લેખિત રજૂઆત કરી હતી. ધારાસભ્યની રજૂઆતના પગલે મંત્રીએ ધંધુકા ખાતે પુનઃ આરટીઓ કેમ્પ ચાલુ કરવા સૂચના આપતા હવે ધંધુકા ખાતે દર મહિનાના પહેલાં શનિવારે જુના રેસ્ટ હાઉસ ધંધુકા ખાતે આરટીઓ કેમ્પ યોજાશે.
રીપોર્ટર સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.