મુળી આપ નેતા રાજુભાઈ કરપડા ની પદયાત્રામાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડયા
સુરેન્દ્રનગર આપનાં ખેડૂત નેતાની પદયાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકરો - ખેડૂતો જોડાયા.
(સરકારના વિકાસની પોકળ વાતો સામે વિરોધ દર્શાવ્યો)
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા તરીકે ટૂંકા સમયમાં ઉભરાઈ આવેલા રાજુભાઈ કરપડા દ્વારા પદયાત્રા યોજી હતી. મૂળી તાલુકાના જસાપર ગામેથી સુપ્રસિદ્ધ માંડવરાયજી દાદાના મંદિર સુધી પદયાત્રામાં અનેક કાર્યકરો અને ખેડૂતો જોડાયા હતા. ખેડૂત નેતા રાજુભાઈ કરપડા દ્વારા જણાવાયું હતું કે સરકાર સામે જે કોઈ અવાજ ઉઠાવે છે તેઓને યેન કેન પ્રકારે કાયદાકીય રીતે ફસાવી દેવામાં આવે છે પરંતુ "કિશાન આશીર્વાદ યાત્રા" તાનાશાહી સરકાર સામે લડવાની શક્તિ આપે તેવા હેતુથી યોજવામાં આવી છે, ખેડૂતોની મુખ્ય સમસ્યા એમ.એસ.પી અને ખેતર સુધી નર્મદાનું પાણી પહોંચે તેવી અનેક માંગ છે. સાથે જ સરકાર દ્વારા તળાવ ભરવાની યોજના શરૂ કરાઇ છે. પરંતુ ખેડૂતો માટે આ યોજના લોલીપોપ સમાં હોવાનું ગણાવ્યું હતું . આ પદયાત્રા દરમિયાન આમ આદમી પાર્ટીના ગુજારતા પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, સાગર રબારી મનોજ સોરઠીયા કરશનદાસ બાપુ ભાદરકા યુવરાજસિંહ જાડેજા વિધાર્થી નેતા રાજુભાઈ સોલંકી સહિત જિલ્લા આમ આદમી પાર્ટી ની ટીમ અને મોટીસંખ્યામાં ખેડૂતો ઉમટી પડયા હતા
9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.