પેથાપુર જંકશન પર સિક્સલેન ફ્લાય ઓવરબ્રિજ બાંધવા માટે કવાયત શરૂ
પાટનગરની ફરતેના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામ અને તેના કારણે સર્જાતા અકસ્માતોનો અંત લાવવા ઓવરબ્રિજના બાંધકામ શરૃ કરાયા છે. તેના અંતર્ગત હવે જ્યાંથી દર ૨૪ કલાકે ૮૫ હજાર જેટલા વાહનોની અવર જવર થાય છે. તેવા પેથાપુર જંકશન પર એક કિલોમીટર લાંબો ફ્લાય ઓવરબ્રિજ બાંધવામાં આવશે. બ્રિજ બંધાવાના પગલે મહુડી, વિસનગર તરફનું પરિવહન ટ્રાફિક જામથી મુક્ત થવાની આશા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.