વડાલી શહેરમાં ભાદરવા સુદ બીજ નિમિત્તે રામદેવપીર મહારાજના મંદિરમાં બીજની દબદબાભેર સાથે ઉજવણી કરવામાં આવી - At This Time

વડાલી શહેરમાં ભાદરવા સુદ બીજ નિમિત્તે રામદેવપીર મહારાજના મંદિરમાં બીજની દબદબાભેર સાથે ઉજવણી કરવામાં આવી


વડાલી નગરમાં ભાદરવા સુદ બીજ નિમિત્તે રામદેવપીર મહારાજ ના મંદિરમાં બીજની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી

ભાદરવા સુદ બીજના દિવસે મંદિરની સુંદર શણગાર કરવામાં આવ્યો મંદિરમાં રંગબેરંગી લાઇટિંગ કરીને રોશની કરવામાં આવી તેમજ મંદિરમાં તોરણ અને ઝુમ્મર લગાડવામાં આવ્યા મંદિરની સુંદર આધુનિક ફૂલોનો શણગાર કરવામાં આવ્યો

સાંજના સમયે મંદિરના શિખર પર નેજા ચડાવવામાં આવ્યા

ભાદરવા સુદ બીજના દિવસે રામદેવપીર મહારાજના મંદિરમાં વહેલી સવારથી જ ભક્તો દર્શન માટે લાઈનમાં લાગી ગયા હતા

સાંજના સમયે રામદેવપીર મહારાજના મંદિરમાં મહા આરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડાલી શહેર તેમજ આજુબાજુ ગામડાના લોકોએ આરતીનો લાભ લઈ અને દર્શન કરીને પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

મો ન 9998340891


9998340891
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.