મોડાસા યોગ પરિવારે નાથાવાસ સ્કૂલના બાળકોને તિથિ ભોજન આપ્યું અને વૃક્ષારોપણ કર્યું. - At This Time

મોડાસા યોગ પરિવારે નાથાવાસ સ્કૂલના બાળકોને તિથિ ભોજન આપ્યું અને વૃક્ષારોપણ કર્યું.


શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે મોડાસા યોગ પરિવારના સૌ ભાઈ બહેનોએ માલપુર તાલુકામાં આવેલી નાથાવાસ પ્રાઇમરી સ્કૂલના બાળકોને તિથિ ભોજન આપ્યું હતું. આ કેમ્પેઈનમાં
મોડાસાના પ્રોફેસર ,શિક્ષકો, વકીલો, પત્રકાર, ડૉક્ટર્સ ,અગ્ર ગણ્ય વેપારીઓ, બેંકના મેનેજર્સ અને ગૃહિણીઓ જોડાયા હતા. શાળા પરિવાર અને વિદ્યાર્થીઓએ ખૂબ ઉષ્માભર્યું મહેમાનોનું સ્વાગત કર્યું હતું. યોગ પરિવારની બહેનોએ ક્લાસમાં મોડેલ ટીચિંગ લીધું હતું અને રમતો રમાડી હતી. તેમની સાથે બગીચામાં વિહાર કરતાં કરતાં હસતા રમતા શિક્ષણ આપ્યું હતું. જેથી બાળકો તેમની જિજ્ઞાસાથી પ્રશ્નો પૂછી શકે અને તેમની જ્ઞાન તૃપ્તિ થાય. ક્લાસ લેવામાં પ્રોફેસર સુધાબેન, મધુબેન ,શિલ્પાબેન, અલકાબેન, ચંદ્રિકાબેન, સુનીતાબેન, પૂજાબેન, પુનમબેન ,મીનાબેન, ભાવનાબેન, હંસાબેન વિગેરે મુખ્ય હતા ,પ્રોફેસર વસંતભાઈ અને ભુપેન્દ્રભાઈ તથા મણીભાઈ અને પિનલબેને યોગના ક્લાસ લીધા હતા. ડોક્ટર હરિલાલ પટેલે શિક્ષકો સાથે વિદ્યાર્થીને પ્રથમ વિશ્વ માનવ કઈ રીતે બનાવી શકાય., તેનો વ્યવહાર પ્રકૃતિ સાથે અન્ય માણસો સાથે કઈ રીતે માનવીય રહી શકે? તેના ઉદાહરણો આપીને ટ્રેનિંગ આપી હતી. આમાં ૪૦૦ વ્યક્તિઓએ તિથિ ભોજનનો લાભ લીધો હતો
યોગમાં આવેલા ભાઈઓ બહેનોએ .શાળાના શિક્ષકોનું તથા ડ્રાઇવર્સ અને એસોસિયેટ સ્ટાફનું પૂજન કર્યું હતું અને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
બાળકો સાથે શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું અને પ્રકૃતિનું ઋણ ઉતારવાનો પ્રયત્ન કર્યો હતો. બપોરે સૌએ બાળકો સાથે મિષ્ટાન્ન સહ ભોજન કર્યું હતું અને બાળકોએ ભીની આંખે યોગ પરિવારને વિદાય આપી હતી.
ગામના નાગરિકો પણ આમાં જોડાયા હતા. આ રીતે ગામડાઓની શાળાઓ સાથે શહેરના વિવિધ ગ્રુપ જોડાય તો બહુ તાલમેલ સમાજમાં લાવી શકાય.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.