જસદણ તાલુકાના કાળાસર ગામે હાઈસ્કૂલમાં ધો. 9 અને 10 ના બાળકોને ઇમરજન્સી 108 એમ્બ્યુલેન્સ સેવા નો વિશેષ પરિચય કરાવવામાં આવ્યો
(રિપોર્ટ ભરત ભડણિયા )
જસદણ તાલુકાના કાળાસર ગામે શ્રીમતીએસ.બી.ગાર્ડી વિદ્યાલયમાં ધો. 9 અને 10 ના બાળકોને સરકાર દ્વારા છેલ્લા સોળ સત્તર વર્ષથી આપવામાં આવતી ઇમરજન્સી 108 એમ્બ્યુલેન્સ સેવા નો વિશેષ પરિચય મળી રહે એ અંગે ઘેલા સોમનાથ આરોગ્ય ટીમ શાળાના પ્રાંગણ માં 108 એમ્બ્યુલન્સ સાથે આવીને સૌ બાળકોને સંપૂર્ણ માહિતી સાથે નિદર્શન કરાવ્યું. થોડા દિવસ પહેલા શાળાના આચાર્ય પારૂલબેન ખડદિયા દ્વારા આરોગ્ય ટીમને બાળકો માટે 108 નિદર્શન કાર્યક્રમ ગોઠવવા માટે અરજી કરી હતી. જેના ભાગ રૂપે આજ રોજ આરોગ્ય ટીમ 108 સાથે આવીને તમામ બાળકોને ખૂબ ઝીણવટભરી માહિતી આપી હતી. તેમાં ઉપયોગમાં આવેલ સાધનોનો પરિચય પણ આપ્યો હતો. 108 ઇમરજન્સી સેવા ક્યાં ક્યાં લોકો ને મદદરૂપ થાય છે એ બાબત સાથે આવેલા ડોક્ટરએ ખૂબ રસપૂર્વક વાતો કરી સમજાવ્યું હતું. 108 ના પાયલોટ અને ડૉક્ટર બન્ને ની સહભાગીદારીથી તેમજ શાળાના શિક્ષક ડાભી સાહેબ તથા દવે ભાઈએ પણ ખૂબ સરસ વાતો કરી હતી. રોહિતભાઈ સરધરા,જ્ઞાન સહાયક હર્ષદભાઈ તથા મંજુબેન ના સહયોગથી કાર્યક્રમ ખૂબ રસાળ બન્યો હતો. એવું આચાર્ય પારૂલબેન ખડદિયાની યાદીમાં જણાવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.