જ્વેલર્સ શો રૃમના સંચાલક બે સગા ભાઇઓનોે માર્કેટીંગનું કામ કરતી પરિણિતા પર બળાત્કાર - At This Time

જ્વેલર્સ શો રૃમના સંચાલક બે સગા ભાઇઓનોે માર્કેટીંગનું કામ કરતી પરિણિતા પર બળાત્કાર


રાજકોટ તા. ૬ : સાધુવાસવાણી રોડ પર જવેલરી શોરૃમમાં માર્કેટીંગનુ કામ પરિણીતાને હિસાબના બહાને ઘરે બોલાવી શોરૃમના સંચાલકે ફોટાવાયરલ કરવાની ધમકી આપી ત્રણ વખત બળાત્કાર ગુજારનાર શોરૃમ સંચાલકની યુનિવર્સિટી પોલીસે શોધખોળ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ રાજકોટમાં રહેતી પરિણીતાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં સાધુવાસવાણી રોડ પર સંકલ્પ-૩ એપાર્ટમેન્ટ ફલેટ નં. પ૦૪માં રહેતા અલ્પેશ મહેન્દ્રભાઇ ભીંડી અને અમીત મહેન્દ્રભાઇ ભીંડી સામે ફરીયાદ નોંધાવી છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે તથા પતિ બંને સોનાના સોનાના વેપારીઓના દાગીનાનુું માર્કેટીંગ કરવાનું કામકાજ કરે છે. પોતે બારેક વર્ષ પહેલા સોની બજારમાં એક દુકાનમાં કામ કરતી હતી આ વખતે સાથે કામ કરતા યુવક સાથે પરીચય થયા બાદ બંનેએ પ્રેમલગ્ન કરી લીધા હતા. બાદ પોતાના પતિ મિત્રના માસા મહેન્દ્રભાઇ પ્રાગજીભાઇ ભીંડી સાથે સંપર્કમાં આવ્યા હતા. તે મુંબઇ રહે છે તેના બે પુત્ર છે. અલ્પેશ ભીંડી અને અમીત ભીંડીને પણ પતિ ઓળખો છે. ત્યારબાદ આ અલ્પેશ અને અમીત બંને દુબઇ ખાતે રહેવા જતા રહ્યા હતા. અને બંને જયારે રાજકોટ આવતા ત્યારે પોતાના પતિને મળવા માટે ઘરે આવતા હતા છ વર્ષ પહેલા અલ્પેશ, અમિત પિતા સાથે રાજકોટ રહેવા આવ્યા હતા અને સોની બજારમાં ગણેશ ગોલ્ડ નામે સોનાની દુકાન ચાલુ કરી હતી. પોતે પતિ સાથે તેની દુકાનમાં સોનાનું માર્કેટીંગ કરતા હતા અને આ દરમ્યાન ત્રણ વર્ષ પહેલા આ ત્રણેય પિતા પુત્રએ સાધુવાસવાણી રોડ, રાજપેલેસ ચોક પહેલા સંકલ્પ-૩ એપાર્ટમેન્ટમાં રહેવા ગયા હતા બન્નેની પત્નીઓને બાળકો વડોદરા ખાતે રહેતા હતા અને કયારેક કયારેક આ બન્ને ભાઇઓ વડોદરા આંટો મારવા જતા હતા ત્રણેક વર્ષ પહેલા દીવાળી પછી પોતે આ અલ્પેશ ભીંડીના સોનાના દાગીનાનું માર્કેટીંગ કરવા ગયા હતા અને તેણે જણાવ્યા કરતા થોડા નિચા ભાવે પોતે સોનાના દાગીનાનું વેચાણ કર્યુ હતું જે વાતની જાણ અલ્પેશને થતા તેણે રૃબરૃમાં જણાવેલ કે, તમે સાંજે ફલેટે આવીને વ્હેચાણ કરેલ સોનાના દાગીનાનો હિસાબ સમજાવી જાજો જેથી પોતે એકલા તે દિવસે આ અલ્પેશ ભીંડીના સાધુવાસવાણી રોડ રાજપેલેસ ચોક પહેલા આવેલ સંકલ્પ-૩ એપાર્ટમેન્ટના ફલેટમાં ગયા હતા આ વખતે તે ઘરે એકલો હતો બાદ પોતે તેને હીસાબની આખી વાત સમજાવેલ અને કહેલ કે આ હિસાબમાં કાંઇ સુધારો વધારો કોઇ નો છેલ્લે હિસાબમાં વધુ જોઇ લેશું જેથી તેણે કહેલ કે, 'બધુ અત્યારેજ પતાવી દઇ, પછી શું હીસાબ કરવાનો હોઇ, તેમ કહી પોતાની સાથે શરીર સંબંધ બાંધવાની માંગણી કરતા પોતે તેને ના પાડતા તેણે કહેલ કે' હું કોણ છું તેતુ જાણે છે ને મારી ઓળખાણ ઉપર સુધી છે તને ખબર છે ને તમારા બંનેના સહીવાળા ચેક અને તારા માસીના મકાનનું સાટાખતના ફાઇલ મારી પાસે છે. જો તું હું કહું તેમ નહી કરે તો તમને ખોટા ગુન્હામાં ફીટ કરાવી ધંધે લગાડી દઇશ તેની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો બાદ તેણે મોબાઇલમાં પોતાના જયુડ ફોટા પાડી લીધા હતા. અને કહેલ કે જો આ વાત કોઇને કહી છે તો હું તારા ફોટા વાયરલ કરી તને બદનામ કરી દઇશ તેવી ધમકી આપી ઘરમાંથી કાઢી મુકી હતી બે-ત્રણ વિસ બાદ પોતે પોતાના પતિને વાત કરતા પતિએ આ અલ્પેશ અને તેના ભાઇ અમીતને સમજાવેલ ત્યારે પણ તેણે જયુડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી આથી પોતાની નાની નાની બહેનની સગાઇ થવાની હોઇ, તેને તકલીફ ન પડે તેથી પોતે ફરીયાદ કરવાનું ટાળ્યું હતું. ત્યારબાદ ફરી અલ્પેશે પોતાને ધંધાના કામે ફલેટે બોલાવી ફોટા વાયરલ કરવાની ધમકી આપી અલગ-અલગ સમયે બે વખત દુષ્કર્મ આચર્યુ હતું. અને કોઇને વાત કરીશ તો તારા ફોટા વાયરલ કરી નાખીશ અને તારા માસીના મકાનના સાટાખતની ફાઇલ મારી પાસે છે. તે મકાનનો કબ્જો કરી લેવાની ધમકી આપી હતી બાદ બે વર્ષ પહેલા પોતે તેના ભાઇ અમીત ભીંડી બંને સાથે પગથીયા ઉતરતા હતા ત્યારે અમીને કહેલ કે મે અલ્પેશના મોબાઇલ ફોનમાં તારા જયુડ ફોટા જોયા છે. સાંજે ફલેટે આવજો જો નહી આવે તો તારા ફોટા વાયરલ કરી દઇશ અને માસીના મકાનના સાટાખતની ફાઇલ મારી પાસે છે તે મકાનનો કબ્જો કરી લેવાની ધમકી આપી પોતાનો ફલેટે બોલાવી અમીતે દુષ્કર્મ આચર્યુ હતું આથી પોતે કંટાળી અમીત અને અલ્પેશની દુકાનનું કામ મુકી દીધું હતું. બાદ બંને ઓરંગાબાદ અને હરીયાણા ખાતે સોનાના દાગીનાનું માર્કેટીંગ કરવા ગયા ત્યારે ત્યાના વેપારીઓને આ અલ્પેશે કહેલું હતું કે પોતે તથા પતિ બંને તેનું બે કીલો સોનું લઇને ફરાર થઇ ગયા છે. તમે તેની પાસેથી કોઇ સોનાના દાગીનાનો માલ ખરીદ કરશો તે તમારા વિરૃધ્ધમાં પણ છેતરપીંડીની ફરીયાદ થાશે તેવી વાત પોતાને ત્યાંના વેપારીઓ પાસેથી જાણવા મળી હતી આથી પોતે કંટાળી યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પી. એસ. આઇ. એમ.આર.ઝાલાએ બંનેની શોધખોળ આદરી છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.