સુત્રાપાડા પંથકના ગામોમાં લમ્પી વાયરસ નો કહેર…
સુત્રાપાડા પંથકના ગામોમાં લમ્પી વાયરસ નો કહેર સીંગસર માં 08 અને પ્રાસલી ગામે 02 મળી 10 પશુમાં સંક્રમણ જુનાગઢ થી પશુ ચિકિત્સક અધિકારી ટીમ સાથે પહોંચ્યા લક્ષણ જણાતા પશુઓના સેમ્પલ લીધા પશુપાલકો બન્યા ચિંતિત આ અંગેની મળતી વિગત મુજબ ગીર-સોમનાથ જિલ્લાનાં સુત્રાપાડા પંથકનાં ગામડાઓમાં લમ્પી વાયરસ ફેલાવાની શરૂઆત થઈ છે અને સીંગસર તેમજ પ્રાંસલી ગામમાં પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા અને સીંગચરમાં 8 જ્યારે પ્રાંસલીમાં 2 પશુઓમાં સંક્રમણ જોવા મળ્યું હતું આ બનાવની જાણ ઉચ્ચ અધિકારીઓને કરાતા જૂનાગઢથી પશુ ચિકિત્સક અધિકારી અને ટીમ સ્થળ પર પહોંચી હતી બાદમાં ચેમ્પલ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી સોરઠ પંથકમાં પણ પશુઓમાં લમ્પી વાયરસે કહેર વર્તાવવાનું શરૂ કર્યું છે અને માળિયા ઉપરાંત સુત્રાપાડા પંથકમાં પણ પશુઓના મોત થયા હોવાના બનાવો સામે આવી રહ્યાં છે જેથી પશુ પાલકો ચિંતીત બન્યાં છે તંત્ર પણ દોડતુ થયું છે ગભરાવ નહીં તંત્રને જાણ કરો આ રોગથી પશુ પાલકો, ખેડૂતોએ ગભરાવાની જરૂર નથી જો કે, લમ્પી વાયરસના કોઈ લક્ષણ પશુઓમાં દેખાઈ તો તુરંત પશુ ચિકિત્સા વિભાગનો સંપર્ક કરવો જોઈએ જેથી સમયસર સારવાર મળી શકે અને પશુઓના જીવ બચી શકે છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.