“વિકાસ સપ્તાહ” - "ભારત વિકાસ પ્રતિજ્ઞા" જિલ્લો બોટાદ સમગ્ર રાજ્યમાં 07 થી 15 ઓક્ટોબર સુધી “વિકાસ સપ્તાહ”ની ઉજવણી - At This Time

“વિકાસ સપ્તાહ” – “ભારત વિકાસ પ્રતિજ્ઞા” જિલ્લો બોટાદ સમગ્ર રાજ્યમાં 07 થી 15 ઓક્ટોબર સુધી “વિકાસ સપ્તાહ”ની ઉજવણી


(બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા)
“વિકાસ સપ્તાહ” અંતર્ગત બોટાદ જિલ્લા સહિત તમામ તાલુકાઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ શપથ ગ્રહણ કરી રહ્યા છે રાજ્યના મુખ્યમંત્રી તરીકે અને ત્યારબાદ દેશના વડાપ્રધાન તરીકેના નરેન્દ્રભાઈ મોદીના સુદ્રઢ નેતૃત્વને આ વર્ષે 23 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા તેના ભાગરૂપે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત બોટાદ જિલ્લામાં પણ બોટાદ શહેર સહિત તમામ તાલુકાઓ અને ગામડાઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવી રહ્યા છે આ તકે મામલતદાર કચેરી બરવાળા, પ્રાંત કચેરી બરવાળા, એમએએમ કચેરી બરવાળા, મામલતદાર કચેરી રાણપુર, નગરપાલિકા કચેરી ગઢડા, પ્રાંત કચેરી બોટાદ, મામલતદાર કચેરી બોટાદ શહેર/ગ્રામ્ય તેમજ તાલુકા પંચાયત કચેરી બોટાદ, તાલુકા સેવા સદન, નગરપાલિકા કચેરી બોટાદ અને એસ.ટી. ડેપો બોટાદ સહિતના સ્થળોએ તમામ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા “વિકાસ સપ્તાહ” - "ભારત વિકાસ પ્રતિજ્ઞા"ની ઉજવણીના ભાગરૂપે શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.