યુવતીએ મૈત્રીકરાર રદ્દ કરી નાખતા રઘવાયા થયેલ યુવકે ઝેરી દવા ગટગટાવી
યુવતીએ મૈત્રીકરાર રદ કરી નાંખતા રઘવાયા થયેલ યુવકે યુવતીના ઘરે જઇ તેના પુત્રને મારી નાખવાની ધમકી આપી ઝેરી દવા પી લેતા પોલીસ દોડતી થઇ હતી અને યુવકને સારવારમાં ખસેડાયો હતો. પ્રાપ્ત વિગત મુજબ પોપટપરા મેઇન રોડ પર પોસ્ટ ઓફિસની પાછળ રહેતા અમીતભાઇ અશોકભાઇ રાઠોડ ઉ.વ.44 ગત રાત્રે 4 વાગ્યાની આસપાસ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. વધુમાં મળેલ વિગત મુજબ યુવક એક યુવતી સાથે વર્ષ 2017થી મૈત્રીકરાર કરી સાથે રહેતો હતો. જે બાદ ત્રણ સંતાનની માતા એવી યુવતીએ ચાર મહિના પહેલા મૈત્રીકરાર રદ કરી નાખતા ઉશ્કેરાયેલા યુવકે યુવતીના ઘર પાસે જઇ યુવતીના પુત્રને મારી નાખવાની ધમકી આપી પગલુ ભરી લીધુ હતું. બનાવ અંગે જાણ થતા પ્ર.નગર પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને યુવકનું નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.