ગરબાડા આરોગ્ય વિભાગ દ્વારા ગરબાડા અર્બન એરિયા ખાતે મલેરીયા ડેન્ગ્યુ એન્ટીલાર્વલ સર્વેલન્સ કામગીરી કરવામાં આવી. - At This Time

ગરબાડા આરોગ્ય વિભાગ દ્વારા ગરબાડા અર્બન એરિયા ખાતે મલેરીયા ડેન્ગ્યુ એન્ટીલાર્વલ સર્વેલન્સ કામગીરી કરવામાં આવી.


તારીખ ૧૩ સપ્ટેમ્બરના રોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટિલાવત તેમજ જિલ્લા મલેરીયા અધિકારી અતીત ડામોર તેમજ ગરબાડા તાલુકા આરોગ્ય અધિકારી ડો. એ.આર ડાભી ના માર્ગદર્શન હેઠળ તેમના સલાહ સૂચન અનુસાર ગરબાડા અર્બન એરિયા ખાતે મલેરીયા ડેન્ગ્યુ એન્ટીલાર્વલ સર્વેલન્સ કામગીરી કરવામાં આવી જેનું સઘન સુપરવિઝન તાલુકા મેલ સુપરવાઈઝર કે.સી કટારા તેમજ તાલુકા મલેરીયા સુપરવાઈઝર ગોવિંદ સોની દ્વારા કરવામાં આવ્યું હતુ.જેમા ગરબાડા ગામમા ડેન્ગ્યુ મલેરીયા એન્ટીલાર્વલ સર્વેલન્સ કામગીરી અતંર્ગત કુલ ૦૯ ટીમો બનાવવામાં આવી હતી.આ ટીમ ને કુલ ૦૩ તાવ ના કેસો મળી આવેલ હતા.આરોગ્ય વિભાગ ની ટીમ દ્વારા પાણી ભરેલા પાત્રો જેમાં પાણીની ખુલ્લી તથા બંધ ટાંકીઓ,માટલાઓ,ફ્રિજ,કુલર,ફુલદાનીઓ,પાણીના પીપ વગેરે જેવા કુલ ૨૦૩૧ પાત્રો તપાસતા જેમાંથી ૨૯ પોઝિટિવ પાત્રો મળી આવ્યા હતા જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા ગરબાડા ગામમા પાણી ભરાયેલ મોટા ખાડા ખાબોચીયા મા પંપ દ્વારા દવા છંટકાવ કામગીરી પણ કરવામા આવેલ અને નાના ખાડા ખાબોચીયામા બળેલા ઓઈલ ના દડા નાખવામા આવેલ જેથી કરીને મચ્છરોના ઉપદ્રવ ને અટકાવી શકાય.સાથે આ ટીમો દ્વારા ગરબાડા ગામ મા ઘરે ઘરે ફરી મલેરીયા,ડેન્ગ્યુ જેવા રોગો વિશે લોકોને સમજ આપવામા આવી સાથે લોકોને સાંજે પોતાના ઘરની અંદર લીમડાના પાન નો ધુમાડો કરવા તેમજ વરસાદી પાણી નો વધુ સંગ્રહ ન કરવા તેમજ પાણીને ઢાંકીને રાખવાનુ આરોગ્ય વિભાગ દ્વારા સુચન કરવામા આવ્યુ હતું. આ સર્વે PHC મિનાકયાર ના તમામ MPHW તેમજ ગરબાડા ના FHW બહેનો અને આશાબહેનો દ્વારા કરવામા આવી હતી.


9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.