વિસાવદરમાં મોટા ઉપાડે ડીમોલિશીશનની નોટિસો આપ્યા બાદ થુક્યું ચાટતા અધિકારી - At This Time

વિસાવદરમાં મોટા ઉપાડે ડીમોલિશીશનની નોટિસો આપ્યા બાદ થુક્યું ચાટતા અધિકારી


વિસાવદરમાં મોટા ઉપાડે ડીમોલિશીશનની નોટિસો આપ્યા બાદ થુક્યું ચાટતા અધિકારી
વિસાવદરતા. શહેરમાં મોટા પાયે ડિમોલિશન આવી રહ્યાનું જણાવી સરકારી તંત્ર દ્વારા શહેરના લોકોમાં ભય ઉભો કરી નોટિસો આડેધડ આપતા વિસાવદર જુનાગઢ રાજ્ય ધોરીમાર્ગના મધ્યબિંદુથી ૧૫ મીટર માં આવતી તમામ જગ્યાના લોકોની મિલકતમાં પ્રવેશ કરી સફેદ પટાથી નિશાનો કરી સોમવારે પેશકદમી દૂર કરવાની જાહેરાત કરનાર અને મીડિયા સમક્ષ સોમવારે ડીમોલિશન કરશે તેવી ગુલબાંગો ફેકનાર અધિકારીને પાછળથી સમજાતા અને કોર્ટનો ડર લાગતા ફરીથી વિસાવદર જુનાગઢ રોડની માપણી કરાવી હવેથી ૧૫ ના બદલે ૧૨ મીટરનું અંતર ગણાશે તેવો ખુલાસો કરવો પડયો હતો અને મોટા ઉપાડે આપેલ નોટિસો બાબતે ઉચકક્ષાએથી દબાણ આવ્યાનું લોકમુખે ચર્ચાઈ રહિયું છે ત્યારે નોટિસોમાં કોઈ સ્પષ્ટતા નથી અને ક્યારે ડીમોલિશન કરાશે..? અને કેટલું કરાશે..? તે સંબંધે હજુ તંત્ર અવઢવમાં હોય તેવું લાગી રહિયું છે ત્યારે લોકમુખે ચર્ચાતી ચર્ચા મુજબ વિસાવદર મા ડિમોલેશન માટે R&b વાળાએ તો ભારે કરી હો નકશામા ૧૨ મીટર નો રસ્તો હતો ને ૧૫ મીટર માપી ગયા ને ત્રણ દિ તો દુકાનુ વાળા ના બીપી વધારી દિધા હતા સારું થયું પાછા ૧૨ મીટરે આવી ગયા નકર કેટલાક ને તો એટેક આવી જાત
હાશ હવે નિરાંત થઈ એલાવ ભણેલા ગણેલા થય ને નકશા તો જોવો એમનેમ ઝીંકે રાખો મા તેવી ચર્ચાઓ થઈ રહી છે.

રિપોર્ટ હરેશ મહેતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.