સાયલા સી.આર.સી. કક્ષા નો કલા ઉત્સવ માં ગોસળ ની વિદ્યાર્થીની પ્રથમ આવતા સન્માનિત કરાઈ. - At This Time

સાયલા સી.આર.સી. કક્ષા નો કલા ઉત્સવ માં ગોસળ ની વિદ્યાર્થીની પ્રથમ આવતા સન્માનિત કરાઈ.


જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગર જિલ્લા આયોજિત ક્લસ્ટર કક્ષાના 'ગરવી ગુજરાત' થીમ આધારિત કલા ઉત્સવ યોજવામાં આવ્યો હતો. જેમાં સાયલા ના ગોસળ પ્રાથમિક શાળા ની ધોરણ - ૮ ની વિદ્યાર્થીની ખાચર સ્નેહા દિલીપભાઈ ખાચર ગાયન સ્પર્ધા માં પ્રથમ નંબર મેળવેલ હતો. જેને શાળા નું તથા ગામની ગૌરવ વધાર્યું હતું. શિક્ષકો દ્વારા સ્નેહાને સન્માનિત કરી ને ઉત્સાહ વધાર્યો હતો. તથા બી.આર.સી કોઓર્ડીનેટર વિક્રમસિંહ પરમાર તથા સી.આર.સી કોઓર્ડીનેટર જુવાનસિંહ ગોહિલ દ્વારા પ્રમાણપત્ર આપ્યું હતું તથા આવી પ્રવૃત્તિઓમાં આપ ઉત્તરોત્તર પ્રગતિ કરો અને સમસ્ત માનવ જાતના સર્વાંગીક વિકાસ તથા કલ્યાણ માટે સદેવ કાર્યરત રહે એવી શુભકામના પાઠવી હતી.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.