હળવદના મયુર નગર ગામની સીમમાં પ્રેમી યુગલ નો સજોડે આપઘાત
આ બનાવ અંગેની જાણમાં મળતી વિગતો મુજબ હળવદના મયુર નગર ગામે બ્રાહ્મણી નદીના કિનારે પીપળાના ઝાડ માં ચુંદડી બાંધી યુવક અને યુવતી નો સજોડે આપઘાત કરી લીધો હોવાની હળવદ પોલીસને જાણકારી મળતા પોલીસ ઘટના સ્થળે જઈ મૃતક યુવાન રાહુલભાઈ બાબુભાઈ તરાર અને યુવતીનું નામ હિરલબેન ધીરાજીભાઈ ઠાકોર હોવાનું ખુલ્યું હતું આ બંને પ્રેમી પંખીડા 15 દિવસ કરતાં વધુ સમયથી ઘર છોડી નાસી ગયેલા હોવાનું સામે આવ્યું હતું તેઓ રહે. શણગાલ તા. મેઘરજ, જિલ્લો અરવલ્લીના હોવાનું માલુમ પડ્યું હતું. મૃતક ના પિતાના જણાવ્યા અનુસાર તેઓ ગઈ 11 તારીખના ઘરેથી નીકળી ગયા હતા આ બનાવ અંગે હળવદ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.