બોટાદ તાલુકાના તાબા હેઠળના ઝમરાળા આંગણવાડી કેન્દ્ર-૧/૨/૩(બાળ દિવસ)ની ઉજવણી કરવામાં કરાઈ - At This Time

બોટાદ તાલુકાના તાબા હેઠળના ઝમરાળા આંગણવાડી કેન્દ્ર-૧/૨/૩(બાળ દિવસ)ની ઉજવણી કરવામાં કરાઈ


બોટાદ તાલુકાના તાબા હેઠળના ઝમરાળા આંગણવાડી કેન્દ્ર-૧/૨/૩(બાળ દિવસ)ની ઉજવણી કરવામાં કરાઈ

તા.૧૬/૦૧/૨૦૨૪ મંગળવાર બોટાદ તાલુકાના તાબા હેઠળના ઝમરાળા આંગણવાડી કેન્દ્ર-૧/૨/૩ માં ત્રીજા મંગળવાર(બાળ દિવસ)ની ઉજવણી કરવામાં આવી. જેમાં બાળકો, વાલી અને કુટુંબીજનોને સામેલ રાખી પ્રોત્સાહિત રૂપે તેઓને પ્રારંભિક બાળ સંભાળ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગે બાળ વિકાસનું મહત્વ અંગે જાણકારી આપવામાં આવી.આ ઉપરાંત આંગણવાડીમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે કરાવવામાં આવતી પ્રવુતિઓથી માહિતગાર કરવામાં આવ્યા.તેમજ સમુદાય તરફથી આહાર,પોષણ અને આરોગ્યની સારી ટેવોનું અમલ નિયમિત રીતે થાય થાય તે અંગે આંગણવાડી સ્તરે સમુદાય આધારિત પ્રવૃત્તિઓ લાભાર્થીઓને માર્ગદર્શન પુરૂં પાડવા.અને બાળકનો જન્મદિવસની ઉજવણી,લીંબુ ચમચી,ચિત્રકામ જેવી પ્રવુંતીની ઉજવણી સાથે સાથે આંગણવાડી કેન્દ્રો પર ભગવાન શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી અન્વયે બાળકોને તૈયાર કરી રામ આગમનની પ્રવુતિ કરાવવામાં આવી હતી.આ પ્રસંગે ગામના સરપંચ,જિલ્લા અને તાલુકા પી.એસ.ઈ,આંગણવાડી કાર્યકર/તેડાગર અને બાળકોના વાલી તથા ગામના જાગૃત નાગરિકોએ હાજરી આપી હતી.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.