ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વીર-વીરુ સરોવર ઓવરફલો થતા ૫૦ થી વધુ હાઈરાઈઝ બિલ્ડીંગમાં પાણીના ટેન્કર બંધ થયા.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વીર-વીરુ સરોવર ઓવરફલો થતા ૫૦ થી વધુ હાઈરાઈઝ બિલ્ડીંગમાં પાણીના ટેન્કર બંધ થયા.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વીર-વીરુ સરોવર ઓવરફલો થતા ૫૦ થી વધુ હાઈરાઈઝ બિલ્ડીંગમાં પાણીના ટેન્કર બંધ થયા.
રાજકોટના કાલાવાડ રીંગ રોડ-૨ કટારીયા ચોકડી પાસે પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરની બાજુમાં વરસાદી પાણી બચાવવા માટે રંગોલી પાર્ક, વ્હાઈટ હેવન, તુલસી ગ્રીન, એકવા, એટલાન્ટીયા, લાડાણી બિલ્ડર્સ, રવિ બિલ્ડર્સ, શિંગાળા પરિવાર, પરસાણા પરિવાર તેમજ અન્ય લોકોના આર્થિક સહયોગથી ચેકડેમ બનાવવાનું નક્કી કરેલ ત્યારે રાજકોટ કલેકટર સાહેબને રજુઆત કરતા મામલતદાર સાહેબને જગ્યાની ચકાસણી કરવા જણાવેલ તે જગ્યા પર રાજકોટ કલેકટર શ્રી પ્રભાવ જોશી સાહેબના હસ્તે ખાતમુર્હત કરવામાં આવેલ ત્યારે ઉપસ્થિત મહેમાન માજી સાંસદ શ્રી વલ્લભભાઈ કથેરીયા, આ વિસ્તારના કોર્પોરેટર શ્રીઓ, બિલ્ડરશ્રી જમનભાઈ પટેલ-ડેકોરા ગ્રુપ, દિનેશભાઈ પરસાણા, ચંદુભાઈ પરસાણા, બીપીનભાઈ હદવાણી-ગોપાલ નમકીન, રમેશભાઈ ઠક્કર, વિરાભાઈ હુંબલ, હરિભાઈ ચૌહાણ, દિનેશભાઈ પટોળીયાની હાજરીમાં દિલીપભાઈ લાડાણી- લાડાણી બિલ્ડર્સ તરફથી ડેમના RCC માટે સિમેન્ટ-કોન્ક્રેટ આપવાનું જાહેર કરેલ અને ખર્ચ પેટે વધુમાં વધુ રકમ ચંદ્રકાંતભાઈ ડેડાણીયા-રવિ બિલ્ડર્સ તરફથી જાહેર થતા ડેમનું નામ વીર-વીરુ અમૃત સરોવર રાખવામાં આવેલ ત્યારબાદ ગીરગંગા પરીવાર ટ્રસ્ટ દ્રારા ૭ એકર વિશાળ જગ્યામાં સરેરાશ ૨૦ ફૂટ ઊંડો બનાવવામાં આવેલ છે. વાવાઝોડા સાથે વરસાદમાં અડધો ડેમ પાણીથી ભરાયેલ જેનાથી આજુબાજુના હાઈરાઈઝ બિલ્ડીંગના બોરમાં વરસાદી પાણી ઉપર જ આવી જવાથી લગભગ રોજના ૫૦ ટેન્કર બંધ થયા છે ત્યારે સાંસદશ્રી રામભાઈ મોકરીયા સાહેબના હસ્તે નવા નીરના વધામણા કરેલ અને પ્રો. ડો. જગતભાઈ તેરૈયાજી દ્વારા મોકરિયા સાહેબની હાજરીમાં લતાવાસીઓને પાણીનું મહત્વ સમજાવી પાણી બચાવવા માટે શપથ લેવડાવ્યા હતા. આ વરસાદી પાણીથી અડધો ડેમ ભરાવાથી આજુબાજુના લોકોને આર્થિક ભારણ હળવું થયું છે અને શુધ્ધ પાણીથી લોકોને આરોગ્યમાં ફાયદો થશે.
સંપુર્ણ લોક્ભાગીદારીથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમ ઊંડા,ઊંચા અને રીપેર કરવામાં આવે છે તેમજ નવા બનાવવામાં આવે છે. અત્યાર સુધીમાં ૧૦૫ થી વધુ ચેકડેમ પૂર્ણ કરવામાં આવ્યા છે. જેમાં અનેક ડેમો પહેલા જ વરસાદમાં ભરાઈ ગયા છે. હાલમાં બીજો વરસાદ પડતા રાજકોટ શહેરના મોટા મોવા વિસ્તારમાં સંપુર્ણ લોક્ભાગીદારીથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વીર-વીરુ અમૃત સરોવર બનાવવામાં આવેલ છે તેમાં વિશાળ પાણીનો જથ્થો આવવાથી ઓવરફલો થઈ ચુકેલ છે ત્યારે રાજકોટ તાલુકાના મામલતદાર શ્રી કમલેશ કરમટા સાહેબ સાથે લતાવાસીઓ દ્વારા રૂબરૂ મુલાકાત લઈ ખુબ જ આનંદ વ્યક્ત કરેલ અને જણાવેલ કે લોકભાગીદારીથી તાત્કાલિક ચેકડેમ બને તો પ્રકૃતિ સાથે પશુ-પક્ષી, જીવ-જંતુ અને માનવજાતને પાણીનો ખુબ જ મોટો ફાયદો થયો છે.
આ સરોવરમાં નવા નીર આવવાથી આજુબાજુના વિસ્તારના ભૂગર્ભ જળની ગુણવત્તામાં ખૂબ જ સુધારો જોવા મળ્યો છે તેવું આ વિસ્તરના લોકોને અનુભવ્યું છે. રંગોલી પાર્ક તથા વ્હાઇટ હેવન વિસ્તારના નીતિનભાઈ દુદાણી, ભાવેશભાઈ , હિતેશભાઈ ભીમાણી, ભરતભાઇ ભાલોડી,ચંદ્રેશભાઈ ભાલોડી,સવજીભાઈ, દિનેશભાઇ ભટ્ટ, ભાવેશભાઈ રામાણી,રીપલભાઈ સવસાની, કીશીરભાઈ કુંડારિયા,નરેન્દ્રભાઈ સનારીયા,મનીષભાઈ કલોલા,રોહિતભાઈ સવસાની,જગદીશભાઈ ભાલોડી, મુકેશભાઈ થોરિયા ,મેહુલભાઈ સાપરીયા ,મુકેશભાઈ કલીવાલ વગેરે લોકોએ આ કાર્યને વેગ આપ્યું છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.