શ્રી સુવાસિની વિદ્યામંદિર બોટાદ ખાતે વિશ્વ માતૃભાષા દિવસ મળી માતૃભાષા મને ગુજરાતી નિમિત્તે માતૃભાષા મહિમાગાન અને કવિ સંમેલનનું આયોજન
શ્રી સુવાસિની વિદ્યામંદિર બોટાદ ખાતે વિશ્વ માતૃભાષા દિવસ મળી માતૃભાષા મને ગુજરાતી નિમિત્તે માતૃભાષા મહિમાગાન અને કવિ સંમેલનનું આયોજન
શ્રી સુવાસીની વિદ્યામંદિર બોટાદ ખાતે તારીખ ૨૧/૦૨/૨૦૨૪ ને બુધવારના રોજ વિશ્વ માતૃભાષા દિવસની ખુબ રંગેસંગે ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં બોટાદના ખ્યાતનામ કવિ,સ્ટેજ સંચાલક,કોલમિસ્ટ અને મોટીવેશન સ્પીકર,માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન બોટાદના સંયોજક એવાં પ્રવીણભાઈ ખાચર સાહેબે માતૃભાષાનું મહિમાગાન આ વિષય પોતાનું મનનીય પ્રવચન આપ્યું હતું.કવિ ગોપાલભાઈ ચૌહાણ ગુજારીશે પોતાની ગઝલોનું સુંદર પઠન કર્યું તો ઈકબાલભાઈએ લોકગીતો અને લોકસાહિત્ય રજૂ કરીને વિદ્યાર્થીઓને માતૃભાષામાં રસ તરબોળ કર્યા હતા.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ઉ.મા.વિભાગનાં શિક્ષક અને માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન બોટાદના સહ સંયોજક પારેખ લાલજીભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.તેમજ આ કાર્યક્રમનું સંચાલન શાળાના પ્રા.વિભાગના શિક્ષક ગૌરાંગભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.શાળાના ટ્રસ્ટીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી કાર્યક્રમને અંત સુધી માણ્યો હતો. તેમજ શાળાના તમામ શિક્ષક ભાઈ બહેનો અને વિદ્યાર્થીઓએ ખંત અને ઉત્સાહથી આ માતૃભાષા દિવસને સફળતાપૂર્વક સંપન્ન કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.