બોટાદ શહેરમાં આવેલા જાહેર શૌચાલયોની સાફ-સફાઈ કામગીરી કરવામાં આવી
“જ્યાં સ્વચ્છતા ત્યાં તંદુરસ્તી” સૂત્ર આપણે ઘણીવાર વાંચ્યુ, સાંભળ્યું હશે હાલ આ સૂત્રને ખરાં અર્થમાં સાર્થક કરવા ગામે ગામ સ્વચ્છતા અભિયાન થકી વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. રાજ્યમાં “નિર્મળ ગુજરાત ૨.૦” હેઠળ નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે બોટાદ નગરપાલિકા દ્વારા જાહેર સ્થળો, શેરીઓ, મહોલ્લાઓ, રોડ સહિતના સ્થળો ખાતે અભિયાન સ્વરૂપે સ્વચ્છતા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. બોટાદને સ્વચ્છ તથા તંદુરસ્ત બનાવવા માટે વિશેષરૂપે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બોટાદ જિલ્લામાં કલેક્ટર ડો.જીન્સી રોય તેમજ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયાના માર્ગદર્શન હેઠળ “નિર્મળ ગુજરાત ૨.૦” અંતર્ગત વિવિધ સ્વચ્છતા પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. ત્યારે વહીવટદાર તથા ચીફ ઓફિસરની આગેવાનીમાં બોટાદ શહેરમાં આવેલા જાહેર શૌચાલયોની સાફ-સફાઈ કામગીરી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા સેનિટેશન ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી તેમ બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.