બોટાદ જિલ્લાની તમામ શાળાઓના બાળકોને શાળાએ લાવવા-લઈ જવા માટે વપરાતા વાહનો માટે નિયમોનું પાલન કરવું ફરજિયાત
(રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ)
સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, બોટાદ દ્વારા જણાવાયું છે કે, બોટાદ જિલ્લામાં તમામ શાળાઓના બાળકોને શાળાએ લાવવા-લઈ જવા માટે વપરાતા વાહનો હંમેશા ટ્રાન્સપોર્ટ વર્ગ પીળી નંબર પ્લેટવાળા વાહનો) મોટર વ્હીકલ એક્ટ-૧૯૮૮ મુજબ હોવા જરૂરી છે. ઉપરાંત વાહનના માન્ય દસ્તાવેજો તરીકે પરમીટ, વાહનનો વીમો, પી.યુ.સી. તથા ફિટનેસ સર્ટિફિકેટ મોટર વ્હીકલ એક્ટ-૧૯૮૮ મુજબ જરૂરી છે. વાહનનાં ચાલક અધિકૃત ડ્રાઈવીંગ લાઈસન્સ ધરાવતા હોય તે પણ મોટર વ્હીકલ એક્ટ-૧૯૮૮ મુજબ જરૂરી છે તથા સ્કૂલવર્ધી માટે વપરાતી ઓટોરીક્ષા વાહનમાં જો અધિકૃત CNG કે LPG કીટ ફીટ કરાવેલી હોય તો વાહનનાં CNG કે LPG ટેન્કનું Gas Cylinder Rules-2016ના નિયમ-૩૫ તથા IS: 15975ની હાલની જોગવાઈ મુજબ CNG વાહનમાં ઉપયોગમાં લેવાતી ટેન્કને 3 વર્ષે તેમજ LPG વાહનોમાં ઉપયોગમાં લેવાતી ટેન્કને ૦૫ વર્ષે હાઈડ્રો ટેસ્ટ નિયમિત કરાવવી જરૂરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.