શ્રમીક યુવકે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
વાવડી ચોકડી સામે ભરતનગર આશાપુરા મંદિર સામે રહેતા મનોજભાઈ રવિન્દ્રભાઈ પાટીલ (ઉ.વ.24) ગઈકાલે સાંજના પોતાના ઘરે હતો ત્યારે પંખાના હુકમાં દોરડા વડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેની માતાએ રૂમનો દરવાજો ખોલતાં જ પુત્રને લટકતો જોઈ આક્રંદ મચાવતા લોકો એકઠા થઈ ગયા હતા અને યુવકને સારવારમાં ખસેડાતા સીવીલ હોસ્પીટલમાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે જાણ કરતાં તાલુકા પોલીસ મથકનો સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી બનાવ અંગેની વિગત જાણવા પરિવારની પુછપરછ આદરી હતી. પોલીસે જણાવ્યા અનુસાર, મૃતક વાવડીમાં આવેલ કારખાનામાં મજુરી કામ કરતો અને ત્રણ ભાઈ-બહેનમાં વચ્ચે હતો અને પરિવાર બનાવ અંગે અજાણ હોવાનું જણાવ્યું હતું. બનાવથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.