વિશ્વ હિંદુ પરિષદના કાર્યાધ્યક્ષ અને સુપ્રીમ કોર્ટ ના વકીલ શ્રી આલોકકુમાર જી દિલ્હીથી ધંધુકા ના ઝાંઝરકા દર્શન માટે પધાર્યા
શ્રી સવગુણ સમાધિસ્થાન ઝાંઝરકા ખાતે VHP ના અખિલ ભારતીય કાર્યાઘ્યક્ષ શ્રી આલોકકુમારજી દર્શન માટે પધાર્યા
નવા વર્ષના આગમણ સમયે શ્રી સવગુણ સમાધિ સ્થાન ઝાંઝરકા ખાતે ભક્તોનો મેળો ભરાય છે ત્યારે વિશ્વ હિંદુ પરિષદના કાર્યાધ્યક્ષ અને સુપ્રીમ કોર્ટ ના વકીલ શ્રી આલોકકુમાર જી દિલ્હીથી ઝાંઝરકા દર્શન માટે પધારેલા અહી સામાજિક સમરસતા ના કેન્દ્ર એવા આ સ્થાનથી સમાજમાં ઉચ્ચ નીચેના ભેદભાવ દૂર થાય અને સમગ્ર હિંદુ સમાજ સંગઠિત થઈને એક બની 22 મી જાન્યુઆરી 2023 ના રોજ 550 વર્ષ ની ના સંઘર્ષ પછી સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું એવું ભવ્ય રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે દેશભરમાં 5.50 લાખ કરતાં પણ વધારે મંદિરોમાં તમામ પ્રકારના ભેદભાવો ભૂલીને પોતાના ગામને અયોધ્યા માનીને બાજુના રામજી મંદિરમાં એકત્રિત થઈને અયોધ્યાનો કાર્યક્રમ ભેગા મળીને જોવે અને અયોધ્યાની સાથે રામલલાની આરતી પોતાના મંદિરોમાં કરે.પરિષદના કાર્યકર્તાઓ હળદર અને અક્ષત દ્વારા 7 કરોડ લોકો સુધી આમંત્રણ આપવા માટે દરેક ઘરે પહોંચશે આવા વક્તવ્ય બાદ તેમણે આ પવિત્ર ભૂમિ પર આવેલા અસંખ્ય ભક્તો સાથે તેમણે ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો અને રાત્રે નિવાસ પણ મંદિરમાં જ કર્યો. આ પ્રવાસમાં તેમની સાથે રસેશભાઈ રાવલ કમલેશભાઈ સુતરીયા મુકેશભાઈ ગોર અંકિતભાઈ પટેલ જિલ્લા મંત્રી નીતિનભાઈ ચૌહાણ તેમની ટીમ સાથે રહ્યા હતા.
રીપોર્ટર સી કે બારડ
મો :7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.