પોરબંદરમાં સસ્તા અનાજ વીજળી અને જન સેવા કેન્દ્રને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરવા માંગ - At This Time

પોરબંદરમાં સસ્તા અનાજ વીજળી અને જન સેવા કેન્દ્રને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરવા માંગ


*પોરબંદરમાં સસ્તા અનાજ વીજળી અને જન સેવા કેન્દ્રને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરવા માંગ*

*ભાજપના કાર્યકરો દ્વારા જુદા અધિકારીઓને રૂબરૂ મળીને થઈ રજૂઆત: વહેલી તકે પ્રશ્નોનું નિરાકરણ લાવવાની અપાઇ ખાતરી*

પોરબંદર જિલ્લામાં સસ્તા અનાજ વીજળી અને જનસેવા ને લગતા પ્રશ્નો વધ્યા હતા તેથી ભાજપના કાર્યકરો દ્વારા અધિકારીઓની રૂબરૂ મુલાકાત લઈને નિરાકરણ કરાવવા રજૂઆત કરી હતી અને યોગ્ય કરવાની ખાતરી પણ અપાઇ હતી.

લોકોની વચ્ચે રહેનાર અને લોકોના પ્રશ્નો થી ચિંતિત તથા તેનું નિરાકરણ કરાવવા માટે સદાય તત્પર એવા પોરબંદર ભાજપના કાર્યકર તેમજ સામાજીક અગ્રણી રામદેભાઈ મોઢવાડીયા તથા આગેવાનોએ ઇન્ચાર્જ નાયબ મામલતદાર પુરવઠા શાખા ના મોરી ને રૂબરૂ મળી રેશનકાર્ડ તેમજ રેશનકાર્ડ ની અરજી, રેશનકાર્ડ ઉપર મળતું અનાજ બાબત અરજીઓ કરેલ છે તે ઘણા સમય થી પડતર છે વહેલાસર આ બધી અરજીઓ નો ઉકેલ આવે તે માટે રજુઆત કરી હતી. ઇન્ચાર્જ નાયબ મામલતદાર મોરીએ યોગ્ય અને ઝડપી ઉકેલ લાવવા ખાતરી આપેલ, અધિક કલેકટર શ્રીને સ્વતંત્ર હવાલો પુરવઠા નો આપવા બાબત રજુઆત કરેલ અધિક કલેક્ટરે યોગ્ય કરવાની ખાતરી આપી હતી

ત્યાર બાદ જનસેવા કેન્દ્ર ખાતે પણ રૂબરૂ મુલાકાત કરી ત્યાંના પ્રશ્નો ની જાણકારી મેળવી હતી. અને લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે અધિકારીને રજૂઆત કરતા યોગ્ય કરવા માટે અધિકારીએ ખાતરી આપી હતી

તે ઉપરાંત પોરબંદરના બરડા પંથકના ગામડાઓમાં વીજળી નો પ્રશ્ન ગંભીર બની રહ્યો છે ત્યારે પીજીવીસીએલના રૂલર ડે.ઇજનેર ડઢાણીયા સાથે રૂબરૂ મુલાકાત કરી બરડા વિસ્તારના ગ્રામ્ય મોઢવાડા, શીશલી, બગવદર, કુણવદર, બખરલા, અને તેમજ અન્ય ગ્રામ્ય વિસ્તારમાં વીજળી અંગેના પ્રશ્નો ની વિસ્તૃત ચર્ચાઓ કરેલ બગવદર ખાતે એક અલગ ઇજનેર ની નિમણુંક માટે પણ ભલામણ કરેલ ચોમાસા પહેલા ગ્રામ્ય ની બધી વીજળી ની લાઈનો રીપેરીંગ તેમજ સમારકામ કરી તેમજ નડતર રૂપ વૃક્ષ કટિંગ માટે પણ રજુઆત કરેલ ડઢાણીયાએ આ બધી રજુઆત ના કામો જલ્દી પૂર્ણ કરી આપવાની રામદેભાઈ મોઢવાડીયા ને ખાત્રી આપેલ છે આ તકે રામદેભાઈ મોઢવાડીયા ની સાથે ભાજપ અગ્રણી નરેશભાઈ થાનકી ઉપસ્થિત રહેલ હતા અને તમામ પ્રશ્નોના નિરાકરણની ખાતરી અપાતા ભાજપ આગેવાનોનો લોકોએ પણ આભાર માન્યો હતો. કાર્યકરોએ પણ હકારાત્મક પ્રતિસાદ બદલ અધિકારીઓને બિરદાવ્યા હતા અને કર્મયોગીઓ વહેલી તકે લોક પ્રશ્નોનું નિરાકરણ કરે તેવી અપેક્ષા રાખી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.