શ્રીજી દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટ ના આશ્રિત ૨૧ અતિ ગંભીર દિવ્યાંગો બાળકો સોમનાથ ના દર્શને - At This Time

શ્રીજી દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટ ના આશ્રિત ૨૧ અતિ ગંભીર દિવ્યાંગો બાળકો સોમનાથ ના દર્શને


શ્રીજી દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટ ના આશ્રિત ૨૧ અતિ ગંભીર દિવ્યાંગો બાળકો સોમનાથ ના દર્શને

મેંદરડા શ્રીજી દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટ સમઢીયાળા ગીર સંચાલિત અતિ ગંભીર દિવ્યાંગો માટેની સંસ્થા મેંદરડામાં ગંગેડી ખાતે કાર્યરત છે આ સંસ્થામાં ૨૧ જેટલા દિવ્યાંગો આશરો લઈ ગયેલ છે આ દિવ્યાંગો એવા છે કે જેમને પોતાની દૈનિક ક્રિયાઓ નું પણ ભાન નથી પાણી ખોરાક સોસ ક્રિયા વગેરે માટે બીજા પર આધાર રાખવો પડે છે
પ્રાકૃતિક અને નયન રમ્ય વાતાવરણમાં આ સંસ્થામાં આ દિવ્યાંગ બાળકોનો ખૂબ જ સ્વસ્થતાપૂર્વક માવજત કરવામાં આવે છે સંસ્થામાં રમતગમત વ્યાયામ વગેરે દરરોજ કરાવવામાં આવે છે અને ૧૫ દિવસે આ દિવ્યાંગ બાળકોને પ્રવાસમાં લઈ જવામાં આવે છે દર વર્ષે વેરાવળમાં સોમનાથ મહાદેવના મંદિરે આ દિવ્યાંગોને દર્શન કરવા માટે લઈ જવાય છે તાજેતરમાં આ સંસ્થા માંથી આ બાળકોને દિવ્યાંગોના દેવ મહાદેવ સોમનાથ મહાદેવના દર્શન કરવા લઈ જવામાં આવ્યા હતા સોમનાથ ટ્રસ્ટ વતી આ દિવ્યાંગોને સારી એવી સગવડતા કરી દેવામાં આવી હતી દિવ્યાંગોને મંદિર સુધી લઈ જવા માટે વાહનની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી અને આ દિવ્યાંગ બાળકોને મંદિરમાં જવા માટે લિફ્ટ માં લઈ જવામાં આવ્યા હતા. આવી રીતે આ દિવ્યાંગ બાળકોને વીઆઈપી દર્શન કરાવ્યા હતા દેવ સ્વરૂપ આ બાળકો આવા વાતાવરણથી ખૂબ જ આહલાદકતા અનુભવતા હતા
આ તકે સંસ્થાના સંચાલક શ્રી કૌશિકભાઇ જોશી એ સોમનાથ ટ્રસ્ટ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો અને સંસ્થાના બાળકોને આવો જ પ્રેમ અને હું ફ મળી રહે તેવી હૃદય પૂર્વકની લાગણી વ્યક્ત કરી હતી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.