ગુજરાત ના કોળી અને ઠાકોર સમાજની કોર કમિટીની રચના કરવામાં આવી અને તે કોળી અને ઠાકોર સમાજના વિવિધ પ્રશ્નો અર્થે લડશે - At This Time

ગુજરાત ના કોળી અને ઠાકોર સમાજની કોર કમિટીની રચના કરવામાં આવી અને તે કોળી અને ઠાકોર સમાજના વિવિધ પ્રશ્નો અર્થે લડશે


તારીખ 25 6 2022 ના રોજ લીમડી મુકામે સમગ્ર ગુજરાતના કોળી અને ઠાકોર સમાજના વિવિધ સંગઠનો દ્વારા કોળી અને ઠાકોર સમાજના નિગમ ની અંદર જે સમાજ સાથે અન્યાય થાય છે તે ન્યાય મેળવવા માટે ગુજરાતના ઠાકોર અને કોળી સમાજની કોર કમિટીની રચના કરવામાં આવી અને તેમાં આગામી દિવસોની અંદર દરેક જીલ્લા મથકે કોળી સમાજ અને ઠાકોર સમાજને જાગૃત કરવા અને આગામી દિવસોની અંદર ગુજરાતભરના કોળી અને ઠાકોર સમાજને એક કરી એક સંમેલન યોજવામાં આવશે અને ત્યારબાદ ગાંધીનગર મુકામે ઠાકોર અને કોળી સમાજ નિગમ ની અંદર થતા અન્યાય સામે લડત લડવા માં આવશે એવું કોર કમિટી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો જેમાં મુખ્ય મુદ્દા ઓ ઠાકોર અને કોળી સમાજને વસતીના ધોરણે અનામત મળે ઠાકોર અને કોળી વિકાસ નિગમ ની અંદર 10,000 કરોડથી વધારે ગ્રાન્ટ મળે ગુજરાતના દરેક જિલ્લામાં આદર્શ નિવાસી શાળાઓ અને હોસ્ટેલો બંને જાતિ આધારિત વસતિ ગણતરી થાય કોળી અને ઠાકોર સમાજને દરેક જીલ્લા મથકે હોસ્ટેલ અને વિદ્યાર્થી ભવન બનાવવા માટે જમીન ફાળવવામાં આવે નિગમ ની અંદર લોન માટે કરેલી અરજીઓનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે આ મુખ્ય મુદ્દાઓ પર ગુજરાત ના કોળી અને ઠાકોર સમાજની કોર કમિટીની રચના કરવામાં આવી અને તે કોળી અને ઠાકોર સમાજના વિવિધ પ્રશ્નો અર્થે લડશે

રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.