મનપા કમિશ્નરે ઔષધાલયની રૂબરૂ મુલાકાત લીધી, દર્દીઓને અપાતી સુવિધાની સમીક્ષા કરી
રાજકોટ મનપાની આરોગ્ય શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં પંડિત દીનદયાળ ઔષધાલય અને આયુષ્યમાન આરોગ્ય મંદિર (અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર) કાર્યરત છે. આજે મ્યુ. કમિશ્નર દેવાંગ દેસાઇએ લલુડી વોંકળા ખાતે આવેલ પંડિત દીનદયાળ ઔષધાલય, ગુંદાવાડી ખાતે આવેલ આયુષ્માન આરોગ્ય મંદિર અને ગોવર્ધન ચોક, મવડી ચોક પાસે આવેલ આયુષ્માન આરોગ્ય મંદિરની મુલાકાત કરી હતી. આ તકે દર્દીઓ સાથે વાત કરી સેન્ટર ખાતે આપવામાં આવતી સુવિધાઓ વિશે માહિતી મેળવી હતી. તો મેડીકલ સેવા અને સારવાર કેવા છે તે અંગે વિસ્તારના લોકો અને દર્દીઓ સાથે પરામર્શ પણ કર્યો હતો. આરોગ્ય સેન્ટર દ્વારા આપવામાં આવતી આરોગ્ય સુવિધા, રોગચાળા વિશે માહિતી મેળવી કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.