૨૦૨૧માં ખેડૂતોને મદદરૂપ બનવા સ્થાપીત બુલ એગ્રીટેકે અત્યાર સુધીમાં ૨૬ કરોડનું ટર્નઓવર કર્યું - At This Time

૨૦૨૧માં ખેડૂતોને મદદરૂપ બનવા સ્થાપીત બુલ એગ્રીટેકે અત્યાર સુધીમાં ૨૬ કરોડનું ટર્નઓવર કર્યું


માટીને નમન, વીરોને વંદન’ 
 
સ્ટાર્ટ અપ થકી પોતાની અને અન્ય લોકોને માટે રોજગારીની નવી તકો ઊભી કરતા કોમ્પ્યુટર સાયન્સમાં સ્નાતક યુવા મિત્રો
**********
ગુજરાતમાં 7,000 થી વધુ યુવાનોએ સ્ટાર્ટઅપની શરૂઆત કરી
**********
૨૦૨૧માં ખેડૂતોને મદદરૂપ બનવા સ્થાપીત બુલ એગ્રીટેકે અત્યાર સુધીમાં ૨૬ કરોડનું ટર્નઓવર કર્યું
**********
 
    પોતાની આવડતનો ઉપયોગ કરી અન્ય લોકો માટે પ્રેરણા પૂરી પાડતા સાબરકાંઠા-અરવલ્લીના કોમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થી એવા બે યુવાનો સ્ટાર્ટઅપ થકી ખેડૂતોને મદદરૂપ બનવા અને તેમની આવક બમણી કરવાના વડાપ્રધાન શ્રીના સ્વપ્નને સાકાર કરવા નાના પરંતુ મક્કમ ડગલા ભરી રહ્યા છે
     સાબરકાંઠા ઈડર ભદ્રેશ્વરના  હિત દેસાઈ અને અરવલ્લી ભિલોડાના દિવ્યજીતસિંહ ચૌહાણ નામના યુવા મિત્રોએ ભેગા મળી એક એપ વિકસાવી છે જેમાં ખેડૂતને ઘરે બેઠા પોતાના પાકના ભાવની જાણકારી મળે અને  વેચાણ માટે માર્કેટ યાર્ડ સુધી જવું પડશે નહીં.  બુલ એગ્રીટેક નામની નાની કંપનીની શરૂઆત થકી તેઓ 25થી વધુ લોકોને રોજગારી પૂરી પાડવાની સાથે ખેડૂતોને મદદરૂપ બની રહ્યા છે. મોટા શહેરોમાં મળતી સારા પગારની નોકરી છોડી પોતાનો ધંધો વિકસાવ્યો,  
 
      બુલ એગ્રીટેકના 23 વર્ષીય હીત દેસાઈ જણાવે છે કે કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ પૂર્ણ કરી કોરોનાના સમયે ગામડે રહેતા ખબર પડી કે ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળતા નથી તેમના કાકાને કોરોના સમયે મરચીનો પાક વાવ્યો હતો બજારમાં મરચીની જરૂર હતી છતાં માર્કેટયાર્ડમાં પાકનો યોગ્ય ભાવ ન મળતા તેમના કાકા એ ગામડે ગામડે છૂટક વેપાર કરવો પડ્યો હતો. આમ કરવામાં ખેડૂતના સમય અને શક્તિ બંનેનો વ્યય થાય છે. આ ઘટના બાદ  ખેતી વિશે અને ખેડૂતોને મદદરૂપ થવાના વિચારે મિત્ર સાથે ચર્ચા કરી માર્કેટયાર્ડની સમજ કેળવવા છ મહિના સુધી ઉત્તર ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં ફરી તેની સમજ મેળવી હતી. બાદમાં તેમણે પોતાની એપ વિકસાવી ગામડે ગામડે ફરી તેમની આ એપ વિશે ખેડૂતોને  માહિતગાર કર્યા હતા.
       વધુમાં તેઓ જણાવે છે કે, ખેડૂતને દર રોજ સવારે પાકના ભાવ મેસેજ દ્રારા મળે છે જેથી ખેડૂતને ઘરે થી પાક ભરતા પહેલા જ ખબર હોય કે તેમના પાકના ભાવ શું મળશે? આમ  વચેટીયાઓને દૂર કરીને ખેડૂતો બુલ એગ્રીટેક દ્રારા પોતાનો માલ વેપારીઓને વેચી શકે છે. માલની પરખ માટે વૈજ્ઞાનિક પધ્ધતિનો ઉપયોગ કરી ખેડૂતને સાચો ભાવ આપવામાં આવે છે. ખેડૂતને તેના પાકની કિંમત બેંક ખાતામાં ત્રણથી ચાર કલાકમાં આપી દેવામાં આવે છે.                                                                                                                                                                                                  
     અરવલ્લી ભિલોડાના દિવ્યજીતસિંહ ચૌહાણ જણાવે છે કે, શરૂઆતમાં તેમણે ઘરેથી ખેડૂતોના પાકની ખરીદી કરતા હતા. અત્યારે તેઓ ચાર જિલ્લામાં સાબરકાંઠામાં બે સેન્ટર, અરવલ્લી, મહેસાણા, ખેડામાં એક-એક એમ પાંચ સેન્ટરો ઉપર ખરીદી કરે છે. વર્ષ ૨૦૨૧માં તેમણે આ બુલ એગ્રીટેકની શરૂઆત કરી હતી અને પ્રથમ વર્ષે તેનું ટર્નઓવર બે કરોડ હતું. ૨૦૨૨માં ૧૨ કરોડ હતું જ્યારે ૨૦૨૩માં પ્રથમ છ માસનું તેમનું ટર્નઓવર ૧૨ કરોડ હતું. બુલ એગ્રીટેક સાથે ૧૫૦૦૦થી વધુ ખેડૂતો ડિજીટલ માધ્યમથી જોડાયેલા છે.તેમજ ૩૫૦૦થી વધુ ખેડૂતોએ પોતાનો પાક બુલ એગ્રીટેકને વેચ્યો છે. આ નાનકડી કંપની અત્યાર સુધીમાં ૨૦૦ થી વધુ ગામો સુધી પહોંચી છે. કુલ ખરીદીના ૨૦% ખરીદી તો ખેડૂતના ઘરેથી જ કરવામાં આવે છે.       
       હિંમતનગર ઇલોલના હસનઅલી એહમદલી ભૂરા જણાવે છે કે, તેઓ પોતાનો પાક બુલ એગ્રિટેકને વેચે છે કારણ કે અહીં અમને અમારા પાકનું સાચો ભાવ મળે છે ડીજીટલ મશીન દ્રારા એરંડામાં ભેજ માપવામાં આવે છે . એરંડામાં તેલની ચોક્કસ ટકાવારી જાણવા માટે એક પ્રમાણીત કદના ડબ્બામાં ભરી વજન માપવામાં આવે છે તેના આધારે અમારા માલનો ભાવ નક્કી થાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.