હીન્ધોલિયા ગામ પાસે આવેલ ડૂબક નાળું પાણીમાં ગરકાવ થતાં સ્થાનિક લોકો પરેશાન - At This Time

હીન્ધોલિયા ગામ પાસે આવેલ ડૂબક નાળું પાણીમાં ગરકાવ થતાં સ્થાનિક લોકો પરેશાન


મહીંસાગર જીલ્લાના લૂણાવાડા તાલુકાના હીન્ધોલીયા ગામ પાસે આવેલ ડૂબક નાળું પાણીમાં ગરકાવ થઈ જતાં સ્થાનિક લોકો તેમજ વાહન ચાલકો થયા પરેશાન.રામપુર પાદડી થી હીન્ધોલિયા તેમજ દોલતપુરા થઈ અને રાજસ્થાને જોડતો માર્ગ દરે વર્ષ પ્રથમ વરસાદ પડવાથી આ ડૂબક નાળું પાણીમાં ગરકાવ થઈ જાય છે.જેના કારણે શાળામાં જતા બાળકો તેમજ દુધ ભરવા જતાં સ્થાનિક લોકોને અનેક સમસ્યાઓનો વેઠવાનો વારો આવ્યો છે.જયારે બીજું બાજુ હીન્ધોલિયા ગામના ગ્રામજનો દ્વારા આ ડૂબક પુલને નવીકરણ કરવા માટે અનેક વખતથી તંત્રને જાણ કરવામાં આવી હોવા છતાં પણ‌‌ તંત્ર ગોર નિદ્રામા હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા.તંત્રને વર્ષોથી રજુઆત કરવા છતાં ડૂબક નાળાને નવીકરણ ન કરતા સ્થાનિક લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો.જયારે લોકો‌ જીવના જોખમે પણ‌ આ ડૂબક પુલ પરથી અવર જવર કરતા નજરે જોવા મલી રહ્યા છે.જયારે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી અને આ ડૂબક પુલને નવીકરણ કરી અને ઉંચો કરવામાં આવે તેવી આજુબાજુના સ્થાનિક લોકોની ઉગ્ર માંગ જોવા મલી રહી છે.

રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીંસાગર


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.