હાઉસીંગ સોસાયટીઓ તથા હાઉસીંગ સર્વિસ સોસાયટીઓના ઓડીટ અંગે* - At This Time

હાઉસીંગ સોસાયટીઓ તથા હાઉસીંગ સર્વિસ સોસાયટીઓના ઓડીટ અંગે*


*હાઉસીંગ સોસાયટીઓ તથા હાઉસીંગ સર્વિસ સોસાયટીઓના ઓડીટ અંગે*
****

સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાની (શહેર તથા ગ્રામ્ય વિસ્તાર સહિત)ની તમામ હાઉસીંગ કો.ઓપ. સોસાયટી અને હાઉસીંગ સર્વિસ કો.ઓપ. સોસાયટીઓને જણાવવામાં આવે છે કે, કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ, સચિવાલય,ગાંધીનગરની તા.૧૨-૦૮-૨૦૨૪ની અધિસુચના ક્રમાંક: જીએચકેએચ /૧૦૮/૨૦૨૪/ ACD/ AMR/e-file/2/2023/3014/KH. થી હાઉસીંગ કો. ઓપ. સોસાયટી અને હાઉસીંગ સર્વિસ કો. ઓપ. સોસાયટીઓનું તા.૩૧/૦૩/૨૦૨૪ના સમયગાળા સુધીનું ઓડીટ રજિસ્ટ્રારશ્રીની પેનલ પરના ઓડીટર દ્વારા કરી શકાય તેવી મંજુરી આપવામાં આવેલ હોય, મંડળીની નિયામક મંડળની બેઠકમાં રજિસ્ટ્રારશ્રીની પેનલ (https://rcs.gujarat.gov.in) પરના સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, જિલ્લાના કાર્યક્ષેત્ર વિસ્તારના પેનલ ઓડીટરની ઠરાવથી નિમણુંક કરી તે બદલની અત્રેની કચેરીમાં જાણ કરવા તથા તા.૩૦/૦૫/૨૦૨૫ સુધીની સમય મર્યાદામાં ઓડીટ પૂર્ણ થાય તે બાબતેની જરૂરી કાર્યવાહી કરવા આથી લાગુ પડતી તમામ હાઉસીંગ કો.ઓપ. સોસાયટી અને હાઉસીંગ સર્વિસ કો.ઓપ. સોસાયટીના હોદ્દેદારોએ નોંધ લેવા તથા ઓડીટ પૂર્ણ થયેથી ઓડીટ અહેવાલ સંબંધિત કચેરીઓમાં રજુ થાય તે સંબંધિત કાર્યવાહી થવા વિનંતી છે. પ્રસ્તુત અધિસુચના અન્વયે સોસાયટીના નિયામક મંડળને સહકારી કાયદા કાનુન આધીન જરૂરી કાર્યવાહી કરવા મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર સાબરકાંઠા દ્વારા અપીલ કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.