અર્વાચીન ગરબા રાત્રે 12 સુધી જ ચાલવા દેવાશે : CP - At This Time

અર્વાચીન ગરબા રાત્રે 12 સુધી જ ચાલવા દેવાશે : CP


નવરાત્રિમાં રાત્રીના 12 પછી પણ ગરબા રમી શકાશેના નિર્ણયને આવકારતા આયોજકો

કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સઘન પેટ્રોલિંગ કરશે, રાત્રે વધુ સ્ટાફ પણ ફાળવવામાં આવશે

રાજ્ય સરકાર દ્વારા રાત્રીના 12 પછી સવારના પાંચ વાગ્યા સુધી નિયમોને આધીન નવરાત્રિમાં ગરબા રમી શકશેની જાહેરાત કરાઈ છે. સરકારના આ નિર્ણયને આવકારતા રાજકોટના અર્વાચીન ગરબાના આયોજકો સાથે વાત કરી હતી. શહેરના જૈનમ રાસોત્સવના મિલન કોઠારીએ જણાવ્યું કે, રાત્રીના 12 પછી ખેલૈયાઓ રમવાના મૂડમાં હશે તો આસપાસના લોકોને નડતરરૂપ ન થાય તેવી રીતે ધીમા સંગીતના સથવારે ગરબા રમાડશું. ગરબા બાદ ડી.જે. સહિતના બેક સ્ટેજ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે સહિયર રાસોત્સવના સુરેન્દ્રસિંહ વાળાએ જણાવ્યું કે, રાતના 12 સુધી તો ગરબા ચાલે જ છે. ત્યારે આ વખતે અમે પહેલી વખત બેક સ્ટેજના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગરબા રમ્યા બાદ ખેલૈયાઓને શારીરિક રાહત મળે તે માટે ગરબા પછી મોડે સુધી ગીત-સંગીતના વિવિધ કાર્યક્રમોનું આ વર્ષે આયોજન કર્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.