બોટાદ દિગમ્બર જિનમંદિર ખાતે જેઠ સુદ પાંચમ ના રોજ “શ્રુતપંચમી”ની ભવ્ય ઉજ્વણી કરાઈ
(રિપોર્ટ અસરફ જાંગડ)
પ્રાંત સ્મરણીય વિશ્વ વંદનીય ગુરુદેવ કાનજીસ્વામી પ્રેરિત દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર-બોટાદ મધ્યે જેઠ સુદ-૫ ને મંગળવાર ના રોજ "શ્રુતપંચમી" ની શાસ્ત્ર પૂજા અને શાસ્ત્ર વધામણા કરીને ભવ્ય ઉજવણી કરવામાં આવેલ, આ મંગલ દિવસે ધરસેનઆચાર્ય મહા મુનીરાજ ની આજ્ઞાથી ભુતબલી મુનીરાજ અને પૂષ્પદંત મુનીરાજ એ શ્રુત ને લીપીબંધ કરેલ અને જૈન આગમ ષટ્ખંડાગમ શાસ્ત્ર ને અક્ષરશ લખીને આ મંગલ દિવસે પૂણઁ કરેલ, ત્યારથી દિગમ્બર જૈન સમાજ આખા વિશ્વમાં જેઠ સુદ-૫ એ "શ્રુતપંચમી" મનાવે છે, કહાનગુરુદેવ એ તદ ભક્ત ભગવતી માતાએ પણ જિનવાણી માતા નો મહિમા અપરંપાર કરેલ છે એમની કૃપા આશીષ થી બોટાદ ના ભક્તો એ પૂજા,પ્રવચન,ભકિત, આરતી, પ્રભાવના, સંઘજમણ વિશેષ ક્રાયઁક્મ થી ઉજવેલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.