પંચમહાલ જિલ્લા કલેકટરશ્રીના હસ્તે વેજલપુર ખાતે બેંક ઑફ બરોડા શાખાનું ઉદ્દઘાટન કરાયું - At This Time

પંચમહાલ જિલ્લા કલેકટરશ્રીના હસ્તે વેજલપુર ખાતે બેંક ઑફ બરોડા શાખાનું ઉદ્દઘાટન કરાયું


ગોધરા

પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારના હસ્તે તા.૧૨ ઓગસ્ટના રોજ વેજલપુર શહેરની મહલોન ચોકડી સ્થિત બેંક ઓફ બરોડાની નવી શાખા પરિસરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ શાખા અગાઉ રાયગઢ સોસાયટીમાં આવેલી હતી જે ગ્રાહકોની સુવિધા મુજબ શિફ્ટ કરવામાં આવી હતી.

આ પ્રસંગે જીલ્લા કલેકટરશ્રી જણાવ્યું હતું કે, ગ્રાહકો એ બેંકીંગ વ્યવસાયનો મુખ્ય આધાર છે. બેંક ઓફ બરોડા ગ્રાહકોને વધુ સારી બેંકીંગ સેવાઓ આપવા કટીબદ્ધ છે. ગોધરા પ્રદેશના રિજનલ મેનેજરશ્રી કૌશલ કુમાર પાંડે, ડેપ્યુટી મેનેજર દીપક સિંહ રાવત,એલડીએમ શ્રી સત્યેન્દ્ર રાવ અને બ્રાંચ મેનેજર શ્રી રોહન રાહુલે કાર્યક્રમને અનુરૂપ સંબોધન કર્યું હતું.

કાર્યક્રમમાં રીજીયોનલ મેનેજર શ્રી કૌશલ કુમાર પાંડેએ જણાવ્યું હતું કે, અટલ પેન્શન યોજના સહિતની સામાજિક સુરક્ષા અને વીમા યોજનાઓ ઉપરાંત, બેંકની કોર્પોરેટ સામાજિક જવાબદારીઓ હેઠળ કરવામાં આવતી કામગીરી અંગે વિગતવાર પ્રકાશ પાડ્યો હતો અને બેંકની ગ્રાહક કેન્દ્રિત નીતિઓનો ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત, તમામ સરકારી યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ (PMEGP), પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) વગેરે ૪૫ શાખાઓ અને ૩૦૦ થી વધુ બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ્સ (BC Points) દ્વારા ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવી રહી છે.

રિપોર્ટર, વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.