ધોળકા મિશ્રશાળા માં 108 અને ફાયર વિશે માહિતી આપી
ધોળકા 108 ની ટીમ અને ધોળકા ફાયર ની ટીમ સાથે મિશ્ર શાળા ધોળકા માં 108 એમ્બ્યુલન્સ માં આવતા વિવિધ સાધનો તથા ભવિષ્ય માં 108 ના ઉપયોગ વિશે ની માહિતી આપવામાં આવી હતી ધોળકા 108 ટીમ ઈ એમ ટી કલ્પેશ જાની તથા પાઇલોટ વનરાસિંહ ચાવડા દ્વારા ધોળકા મિશ્ર શાળા માં બાળકો ને વિવિધ સાધનો થતા તેના ઉપયોગ વિશે સમજૂતી આપી હતી કોઈ પણ કટો કટી ની પળો માં 108 નો કેવી રીતે ઉપયોગ કરવો તેની વિશેષ સમજૂતી આપવામાં આવી હતી સાથે ફાયર ની ટીમ ફતેહસિંહ ચાવડા તથા તેમના સાથી મિત્રો દ્વારા પણ માહિતી આપવામાં આવી હતી જેમાં ફાયર ની ટીમ કેવી રીતે કામ છે કેવી સાવચેતી રાખવી તે વિશે સમજૂતી આપવામાં આવી હતી
શાળા ના બાળકો તથા આચાર્ય શ્રી અંકિતભાઈ તથા શિક્ષકો દ્વારા 108 ટીમ અને ફાયર ટીમ નો આભાર વ્યક્ત કર્યો હતો
રીપોર્ટર મુકેશ ઘલવાણીયા
8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.