કચ્છ યુનિવર્સિટી અંતર્ગત ચાલતી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ શ્રી એચ. આર. ગજવાણી કોલેજ જેમાં ફી ગેરકાયદેસર રીતે વધુ ઉઘરાવવા માં આવે છે
કચ્છ યુનિવર્સિટી અંતર્ગત ચાલતી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ શ્રી એચ. આર. ગજવાણી કોલેજ જેમાં ફી ગેરકાયદેસર રીતે વધુ ઉઘરાવવા માં આવે છે, જે ફીશિપ કાર્ડ દ્વારા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફી મુદે ખુબ ગંભીર રીતે કનડગત કરવામાં આવે છે, FRC કમિટી દ્વારા જે ફીસ નિર્ધારિત કરવામાં આવે તેનાથી વધુ ફીસ ઉઘરાવી એ ગેરકાનૂની છે. તે છતાં આ કોલેજ દ્વારા અલગ એક ટ્રસ્ટમાં ઉઘરાવી અને રસીદ પણ એ ટ્રસ્ટની આપવામાં આવે છે. જેમાં અંદાજિત 21-22 હજાર જેટલી રકમ ઉઘરાવી લેવામાં આવે છે તદ્દન ગેરકાયદેસર છે આવા અંદાજિત 53 જેટલા વિદ્યાર્થીઓ પાસે થી આ રકમ ઉઘરાવવા માં આવેલ છે, આમ જોવા જઈએ તો અંદાજિત 11-12 લાખ જેટલો એક વર્ષ નો કૌભાંડ થયેલ છે અને એમાં પણ ગેરકાયદેસરની ફીસ ના ચૂકવતા કોલેજ દ્વારા વિદ્યાર્થીઓની TC અને તેના અન્ય ડોક્યુમેન્ટ પર અસર ઉભી કરે છે. જેથી ભયના લીધે વિધાર્થીઓ ફીસ આપી દે છે. આવા અનેક મુદ્દા જેનામાં કોલેજ દ્વારા ખુબ તાનાશાહી કરવામાં આવી રહી છે, જે સર્વે ને સાથે લઇ અને દરેક વિધાર્થીઓ સાથે કચ્છ યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને જાગૃત આગેવાનો સાથે વિદ્યાર્થીઓને સાથે રાખી અને કચ્છ યુનિવર્સિટીના કુલપતીશ્રીને પુરાવા સહીત રજુઆત કરવા માં આવી અને ખુબ સારી રીતે આ મુદે સાંભળ્યા બાદ તે દરેક કોલેજોને રૂબરૂ બોલાવી અને તાત્કાલિક આ અંગે નિરાકરણ માટે વાઇસ ચાન્સલર સાહેબ એ જણાવ્યું હતું, આ સાથે આ થયેલ બનાવ અંગે લાગુ પડતા દરેક ખાતાઓમાં રજુઆત અને ફરિયાદની પણ કાર્યવાહી કરવામાં આવશે,
આ રજુઆત માં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના હોદેદારો જાગૃત આગેવાનો અને વિદ્યાર્થીઓ હાજર રહી અને રજુઆત કરી હતી.
7990705741
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.