રાજકોટ શહેર RTO દ્વારા રોડ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમ યોજાયા. - At This Time

રાજકોટ શહેર RTO દ્વારા રોડ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમ યોજાયા.


રાજકોટ શહેર તા.૯/૧/૨૦૨૫ ના રોજ દેશમાં દિવસે ને દિવસે રોડ અકસ્માતની ઘટના વધી રહી છે. અકસ્માતના કારણે દર વર્ષે હજારો લોકો જીવ પણ ગુમાવે છે. ત્યારે રાજકોટની RTO શાખા દ્વારા રોડ સેફ્ટી માસ અંતર્ગત ટ્રાફિક નિયમોનું મહ્ત્વ લોકો સુધી પહોંચાડી તેમને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહી છે. જેથી ભવિષ્યમાં અકસ્માતની ઘટનાઓને અટકાવી શકાય અને લોકોનો જીવ બચી શકે. રાજકોટ RTO દ્વારા છેલ્લા ૨ દિવસમાં રોડ સેફ્ટી અવેરનેસ બાબતે સ્કૂલ, કોલેજ તેમજ રસ્તા ઉપર કાર્યક્રમ કરવામાં આવેલ હતા. જેમાં ગવર્નમેન્ટ પોલિટેકનિક રાજકોટ, રોઝરી સ્કૂલ, પડધરી ટોલ પ્લાઝા ખાતે ટીમ વાન દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. તમામ જગ્યાઓ તેમજ ટીમ વાન દ્વારા જાહેર માર્ગ ઉપર અક્સમાત ન થાય, તે હેતુથી અવેરનેસના કાર્યક્રમ કરવામાં આવ્યા હતા, જેમાં આશરે ૧૫૦૦ કરતાં પણ વધારે બાળકો તેમજ જાહેર જનતાને સમજ આપવામાં આવેલ હતી. લોકોને ટ્રાફિકના નિયમો બાબતે DCP પૂજા યાદવે ઉંડાણપૂર્વક સમજ આપી હતી. જયારે પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી કેતન ખપેડ દ્વારા હેલમેટ અને સીટ બેલ્ટની ઉપયોગીતાની નિદર્શન સાથે સમજ આપવામાં આવી હતી. ACP જે.બી.ગઢવી દ્વારા ચલન બાબતે સમજ આપવામાં આવી હતી. જે.વી.શાહ દ્વારા વિડિઓ બતાવીને બાળકોને ઉંડાણ પૂર્વક સમજ આપવામાં આવેલ. પી.એમ.પાનસુરીયા, બી.એ.સિંગાળા અને એમ..સી.પારેખ દ્વારા આશરે ૨૦૦ થી વધારે વાહન ઉપર રેડિયમ રીફલેકટર લગાવી અકસ્માતનું પ્રમાણ ઘટે તે બાબતની પહેલ કરવામાં આવી હતી.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.