મિત્રની પત્ની સાથે પ્રેમસંબંધ ધરાવતાં શખ્સે બે યુવકો પર ધોકા અને પાઈપથી હુમલો કર્યો - At This Time

મિત્રની પત્ની સાથે પ્રેમસંબંધ ધરાવતાં શખ્સે બે યુવકો પર ધોકા અને પાઈપથી હુમલો કર્યો


પરાપીપળીયા પાસે મિત્રએ ફોન કરી મદદ માટે બોલાવતા ગયેલા સંજય સોલંકી અને કુશાલ મારવાડી પર મીત્રની પત્નીના પ્રેમી જીજ્ઞેશ કોળી સહીતના શખ્સોએ લાકડી અને ધોકાથી હુમલો કરતાં બંન્ને યુવકોને સારવારમાં ખસેડવા પડયા હતાં.બનાવની વિગત અનુસાર ઘંટેશ્વરમાં 25 વારીયામાં રહેતાં સંજયભાઈ દેવાભાઈ સોલંકી (ઉ.વ.36) અને કુશાલ સુરેશભાઈ મારવાડી (ઉ.વ.20)ને ગત રાત્રે 11 વાગ્યે નાગેશ્વરમાં રહેતાં તેના મીત્ર સંદિપ ગુણવંતભાઈ પિઠડીયાએ ફોન કરી મદદ માટે પરાપીપળીયા પાસે બોલાવતાં ત્યાં હાજર જીજ્ઞેશ કોળી અને સાથેના શખ્સોએ ઝઘડો કરી લાકડી અને ધોકાથી મારમારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં સારવારમાં સીવીલ હોસ્પિટલે ખસેડાયા હતો.બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં સ્ટાફ સીવીલે દોડી ગયો હતો. અને ઈજાગ્રસ્તોનું નિવેદન નોંધ્યું હતું.
વધુમાં ઈજાગ્રસ્ત સંજય સોલંકીએ જણાવ્યું હતું કે હું ડ્રાઈવિંગ કામ કરૂ છું તેમજ હું અને મારોમિત્ર કુશાલ ઘર પાસે બેઠા હતાં. ત્યારે અમારા મીત્ર સંદિપનો ફોન આવ્યો હતો કે મારી પત્ની વર્ષા સાથે પ્રેમ સંબંધ ધરાવતો જીજ્ઞેશ કોળી મને ઉઠાવિને પરાપીપળીયા પાસે લઈને આવ્યો છે જેથી તમે મને બચાવવા માટે આવોનું કહેતા અમે ત્યાં ગયા હતા ત્યારે ત્યાં હાજર જીજ્ઞેશ કોળી અને અન્ય શખ્સોએ ઝઘડો કરી હુમલો કર્યો હતો. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી આરોપીની શોધખોળ આદરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.