કોમર્સ કોલેજ ગોધરા ખાતે શિક્ષક દિનની શાનદાર ઉજવણી - At This Time

કોમર્સ કોલેજ ગોધરા ખાતે શિક્ષક દિનની શાનદાર ઉજવણી


ગોધરા
" શિક્ષક કભી સાધારણ નહીં હોતા, કલર પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદમે પલતે હૈ".... ચાણક્યના આ સુપ્રસિદ્ધ વાક્યને ધ્યાનમાં લઈને કોમર્સ કોલેજ ગોધરા ના એનએસએસ વિભાગ દ્વારા કોલેજના પ્રથમ વર્ષથી લઈ એમ કોમ સુધીના વર્ગોમાં કોલેજના જ વિદ્યાર્થીની બહેનોએ... જી હા, માત્ર અને માત્ર વિદ્યાર્થીની બહેનોએ એક દિવસ માટે પ્રોફેસર બની ત્રણ- ત્રણ લેક્ચર લઈ શિક્ષણનું ઉત્તમ કાર્ય કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીની બહેનોએ અગાઉથી આ વિષયોની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી હતી અને વર્ગમાં જે છટાથી એમને વ્યાખ્યાન આપ્યું તેનાથી સૌ કોઈ ખુશખુશાલ થઈ ગયા હતા. વર્ગોમાં શિક્ષણ આપ્યા બાદ સદાબા હોલ માં તમામ શિક્ષકોનું પુષ્પગુચ્છ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ અને એનએસએસના પ્રોગ્રામ ઓફિસર ડો. અરુણસિંહ સોલંકી એ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના ન સાંભળેલા ઉદાહરણો રજૂ કરી સૌ કોઈને અચંભામાં મૂકી દીધા હતા સાથે સાથે વિવિધ દેશોમાં શિક્ષકોનું શું મહત્વ છે તે દર્શાવતા કિસ્સાઓ કહ્યા હતા.
કુ. સૃષ્ટિ રાઠોડ સમગ્ર વિદ્યાર્થીનીઓનું પ્રતિનિધિત્વ કરતા પ્રિન્સીપાલ તરીકેની ભૂમિકા સફળ રીતે અદા કરી હતી. કોલેજના વિદ્યાર્થીઓમાં એક વિદ્યાર્થી તરીકેની ઉંમર ધરાવતી બહેનોએ શાનદાર વ્યાખ્યાન આપી આચાર્યશ્રી સહિત કોલેજના તમામ અધ્યાપકોને પણ મંત્રમુગ્ધ કરી દીધા હતા. મોટાભાગની વિદ્યાર્થીની બહેનોએ પોતે શિક્ષક બનવાનો નિર્ધાર વ્યક્ત કરી ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનને યાદ કર્યા હતા .
કાર્યક્રમનું સંચાલન કુ. હર્ષિતા ખીમાણી એ કર્યું હતું જ્યારે આભાર વિધિ કુ. સંજના વાઘેલાએ કરી હતી. શ્રી ભવ્ય દેવડા ,પ્રેમ ઢોલી સહિતના સ્વયંસેવકોએ ખુબ સરસ કામગીરી નિભાવી હતી.

રીપોર્ટ વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.