શૈક્ષણિક સંકુલ માંડાવડ ખાતે શહીદ દિન પર શ્રધ્ધાંજલી - At This Time

શૈક્ષણિક સંકુલ માંડાવડ ખાતે શહીદ દિન પર શ્રધ્ધાંજલી


શૈક્ષણિક સંકુલ માંડાવડ ખાતે શહીદ દિન પર શ્રધ્ધાંજલી
ર૩ માચૅ ના રોજ સ્વાતંત્ર્ય સેનાની શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને અંગ્રેજી હૂકૂમત વખતે ફાંસી આપવામાં આવી તેની સ્મૃતિમાં આજે શ્રી વી ડી પટેલ શૈક્ષણિક સંકુલ માંડાવડના બાળકોએ દેશભક્તિના રંગે કંડારેલી કૃતિઓ રજુ કરી હતી.જેમા
કિકાણી ધ્રુવેન,વિકમાં કુલદીપ ,પાથર ક્રિશ શહીદોની ભૂમિકામાં તેમજ સાથી અભિનય કર્તાઓ રુદ્ર ,આદિત્ય
વિવાન, હેતઅને અંગ્રેજ જેલર તરીકે મન લાખાણીએ અભિનય આપ્યો હતો.કાયૅક્રમની સુંદર રજૂઆત માટે નિશાબેન, માનસી બેન અને નેહા બેન એ ભારે જહેમત ઉઠાવી હતી.સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી જે કે ઠેસિયાસરે સૌને અભિનંદન આપ્યા હતા.તેમજ આચાર્ય પ્રફુલ વાડદોરીયા તથા કેમ્પસ ડાયરેકટર મયુર પાદરીયાએ પ્રશંસા કરી હતી.તેવુ ઇન્ચાર્જ આચાર્ય મથુર સોજીત્રાએ જણાવ્યું હતું.
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image