લાઠી શાળા આરોગ્ય વિભાગ ની સાફલ્ય ગાથા - At This Time

લાઠી શાળા આરોગ્ય વિભાગ ની સાફલ્ય ગાથા


લાઠી શાળા આરોગ્ય વિભાગ ની સાફલ્ય ગાથા

લાઠી ના દુધળા બાઈ ગામે શાળા આરોગ્ય અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સ્માઈલ ટ્રેન ના સહયોગ થી લાઠી તાલુકા ની નવજાત બાળકી ની જન્મજાત ખામી નિવારવા સર્જરી દ્વારા સારવાર કરાઈ. લાઠી તાલુકા ના દુધાળા બાઈ ગામ ના ગોપાલ સાટીયા ની નવજાત બાળકી ને જન્મજાત ફાટેલા હોઠ હોવાનું નિદાન થયું હતું. આ અંગે આરોગ્ય વિભાગ ને જાણ થતાં લાઠી તાલુકા આરોગ્ય કચેરી ના આર.બી.એસ.કે. વિભાગ ના નોડલ મેડિકલ ઓફિસર ડો. હરિવદન પરમાર અને ડો. મિત્તલ શેલિયા દ્વારા બાળકી ની ઘરે મુલાકાત લઈ તેની તપાસ કરી શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત વિનામૂલ્યે સુપર સ્પેશિયલ સારવાર માટે રાજકોટ ખાતે મોકલ્યા હતા. ત્યાં આધુનિક પદ્ધતિ થી બાળકી ના હોઠ ની પ્લાસ્ટિક સર્જરી દ્વારા સારવાર કરવા માં આવી હતી. સારવાર અંગે બાળકી ના વાલી એ અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે પહેલા તો તેઓ બાળકી ની આ જન્મજાત ખામી અને સારવાર ના ખર્ચ વિશે ખૂબ ચિંતિત રહેતા હતા. પરંતુ સરકાર શ્રી ના શાળા આરોગ્ય અને રાષ્ટ્રિય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત તેમની બાળકી ની સારવાર તદન વિનામૂલ્યે અને ખૂબ જ સંતોષ કારક રીતે થઈ છે. તેઓ એ અમરેલી ના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. આર. એમ જોશી, ડો. અલ્પેશ સાલવી, લાઠી ના ડો. આર. આર. મકવાણા, ડો. હરિવદન પરમાર, ડો. મિત્તલ શેલિયા, આરોગ્ય કર્મચારીઓ અને શાળા આરોગ્ય વિભાગ નો આભાર માન્યો હતો.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.