વિદેશી અધિકારીઓ ખેતી શીખવા પહોંચ્યા વદરાડ, ઓછા ખર્ચે વધું ઉત્પાદનની જાણી ટેક્નિક. - At This Time

વિદેશી અધિકારીઓ ખેતી શીખવા પહોંચ્યા વદરાડ, ઓછા ખર્ચે વધું ઉત્પાદનની જાણી ટેક્નિક.


વદરાડ ખાતે આવેલું ઈન્ડો-ઈઝરાઇલ સેન્ટર ગુજરાત રાજ્યનું સૌ પ્રથમ અને સૌથી મોટુ વેજીટેબલ સેન્ટર છે. આમ તો ભારતમાં 29 રક્ષિત ખેતીના સેન્ટર છે, પરંતુ સૌથી મોટું સેન્ટર સાબારકાંઠાના વદરાડમાં છે. આ સેન્ટરમાં અનેક પ્રકારની ખેતી કરવામાં આવે છે. શાકભાજી હોય કે ફળ તમામ પ્રકારની ખેતી વદરાડના એક્ષેલેન્સ સેન્ટરમાં થાય છે. આ સેન્ટર ખાસ કરીને ખેડૂતો માટેનું છે. અહીં તમામ ખેડૂતોને તાલીમ પણ આપવામાં આવે છે. જેને લઈને ખેડૂતો ઓછા ખર્ચે વધારે ઉત્પાદન મેળવી શકે છે. વદરાડ ખાતે નેટ હાઉસ, ગ્રીન હાઉસ અને પ્લગ નર્સરી પણ છે, જેનાથી અલગ-અલગ પ્રકારની ખેતી કરાય છે. ઈઝરાઇલના વૈજ્ઞાનિકો આ સેન્ટરમાં આવીને ખેડૂતોને તાલીમ આપે છે, તેમજ તેઓ વિવિધ પ્રકારની ટેક્નિકથી ખેતી શીખવે આવે છે. અહીં વિવિધ દેશ અને રાજ્યના ખેડૂત અધિકારીઓ મુલાકાતે આવે છે, ત્યારે 16 જેટલા ડિફેન્સ કોલેજના મેજર જનરલ સહિત અન્ય 4 દેશના અધિકારીઓ પણ મુલાકાતે આવ્યા હતાં. સરકાર દ્વારા આ સેન્ટર બનાવીને ખેડૂતોને ફાયદો થયો છે. કારણકે અહીં વિવિધ પ્રકારની અદ્યતન ટેકનોલોજી અને રક્ષિત ખેતી કરાવવામાં આવે છે. જેનાથી ખેડૂત ઓછા પાણી અને ઓછી માટીએ સારી અને સફળ ખેતી કરી વધુ ઉત્પાદન કરે તે રીતે આ સેન્ટર કામ કરી રહ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.