ભટવદર ગામે ૧૧ લાખ ચોમી કરતા વધુ ગૌચર પડતર ની જમીન નું દબાણ ખુલ્લું કરવા ની માંગ કરતા સાજણભાઈ મેર ને ટલ્લે ચડાવતું તંત્ર માલિકી સમાંતર ગૌચર પડતર ની જમીન વળાંકી લેતા દબાણદારો ને તંત્ર ના ખુલ્લા આશીર્વાદ
દામનગર ના ભટવદર ગામે ગૌચર પડતર ખરાબ ની જમીનો ઉપર માલિકી સમાંતર દબાણ ૧૧ લાખ ચો મી કરતા વધુ ગૌચર પડતર જમીન ઉપર માલિકી સમાંતર થયેલ દબાણ દૂર કરવા સ્થાનિક માલધારી સાજણભાઈ મેર દ્વારા લેન્ડ ગ્રીબીગ એક્ટ હેઠળ કાર્યવાહી ની રાજ્ય ના મુખ્ય મંત્રી સમક્ષ માંગ કરતો પત્ર ગત તા.૦૩/૦૭/૨૩ થી રજુઆત કરતા આ પત્ર સંદર્ભ માં મુખ્ય મંત્રી કાર્યાલયે ક્રમાંક મુમક /૨૦૨૩/૪૫૫૨૨ થી અધિક મુખ્ય મહેસુલ સચિવ ગાંધીનગર ને આ સંદર્ભે પત્ર પાઠવ્યો ગત તા.૧૧/૦૯/૨૩ જિલ્લા વિકાસ અધિકારી અમરેલી ના ગૌચર સરકારી પડતર ની જમીન ના દબાણ દૂર કરવા સંદર્ભ ના પત્ર નં ચિ / જમન/૩/દબાણ/ વશી/૮૦૯૪/૨૦૨૩ અરજદાર ની રજૂઆત અન્વયે કાર્યવાહી કરવા લાઠી તાલુકા વિકાસ અધિકારી ને તાકીદ કરાય જિલ્લા કલેકટર સાહેબ અમરેલી ને ગત તા.૦૩/૦૭/૨૩ ના રોજ સાજણ મેર દ્વારા પત્ર પાઠવી ભટવદર ગામે વિવિધ સર્વે નંબરો સાથે વિગતે ભટવદર ગામે ૧૧ લાખ ચોમી કરતા વધુ ગૌચર પડતર ની જમીન માંથી દબાણ દૂર કરવા માંગ કરાય છે જિલ્લા પંચાયત ની મેસુ/૪/દબાણ/વશી/૪૨૦/૨૦૨૩ તા.૧૮/૭/૨૩ ના મહેસુલ શાખા ના પત્ર થી પણ દબાણ રજીસ્ટરે ચડાવી તાકીદ કાર્યવાહી કરવા ના બદલે તાલુકા વિકાસ અધિકારી લાઠી દ્વારા કોઈ કાર્યવાહી કરાયેલ નથી અને અરજદાર ને રીતસર ટલ્લે ચડાવી દેવા નું સ્પષ્ટ પણે રેકર્ડ ઉપર પુરવાર થયેલ છે તાલુકા પંચાયત લાઠી દ્વારા દબાણ દૂર કરવા ની વાત તો દૂર પંચ રોજકામ નોટિસ કે સ્થળ વિજીટ પણ કરેલ નથી અરજદાર ને રીતસર ટલ્લે ચડાવી દેવાયો આ અંગે ઉચ્ચતરિય તપાસ કાર્યવાહી કરી સરકારી પડતર ખરાબા ગૌચર ની જમીનો ખુલ્લી કરો ની માંગ કરતા સાજણ મેરે જણાવ્યું છે કે આ અંગે તંત્ર યોગ્ય કાર્યવાહી નહિ કરે તો ગુજરાત હાઈકોર્ટ માં જાહેર હિત ની અરજ કરવા ફરજ પડશે
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.