હળવદ આમ આદમી પાર્ટી દ્વારા ફાયર સેફટી ન હોય તેવી પ્રોપર્ટી સામે કાયદેસર કાર્યવાહી કરી પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું - At This Time

હળવદ આમ આદમી પાર્ટી દ્વારા ફાયર સેફટી ન હોય તેવી પ્રોપર્ટી સામે કાયદેસર કાર્યવાહી કરી પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું


હળવદ આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકાને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે ગયા મે મહિના માં રાજકોટ ના trp ગેમ ઝોન માં જે ફાયર સેફ્ટી ના અભાવે જે ઘટના બની ગઈ એ ખુબ જ દુઃખદ છે. અને હવે પછી બીજી કોઈ પણ જગ્યાએ આવી દુઃખદ ઘટના નો ભોગ બીજા કોઈ લોકો ન બને અને એની પીડા કોઈપણ પરિવાર ને ભોગવવી ન પડે માટે હવે તાત્કાલિક ધોરણે તકેદારી રાખવી જરૂરી છે.ત્યારે હળવદ નગરપાલિકા દ્વારાઅલગ અલગ જગ્યા ને ફાયર સેફટી,બીયુ પરમિશન ન હોય જેવી બાબત ને ધ્યાનમાં લીધી હોય અને તેને નોટીશ ફટકારેલ હોય, પરંતુ હજી પણ ઘણા બધા લોકો આ વિષય ને ગંભીરતા થી લેતા નથી ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા આગામી સમય હળવદ માં, સુરત નાં તક્ષશિલા જેવી કે રાજકોટ tr,p અગ્નિ કાંડ જેવી દુર્ઘટના ન બને તે માટે તાત્કાલિક ધોરણે નગરપાલિકા દ્વારા જે લોકો પાસે કાયર સેફટી ન હોય કે તેમને પરમિશન ન લીધી હોય તેવી પ્રોપર્ટી ઉપર દાખલા રૂપ તાત્કાલિક પગલાં લેવા માં આવે અને જાહેર મીડીયા ના માધ્યમ થી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે જેમાં જણાવવામાં આવે કે આ વિસ્તાર આ પ્રોપર્ટી માં ફાયર સેફટી નથી કે પરમિશન નથી કે વગેરે જેવી બાબત હોય જેથી હળવદ ની જાહેર જનતા ને પણ ખબર પડે કે પોતાની સેફટી નથી એવી જગ્યા કે એ જગ્યા ના માલિક ઉપર કાયદાકીય પગલાં તાત્કાલિક ધોરણે લેવા માંઆવે.
જો આમ કાયદેસર ના પગલાં લેવા માં નહિ આવે તો આગળ નાં સમય માં એવી જગ્યાએ કોઈ પણ પ્રકાર ની આ અનુસંધાને ઘટના બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્ર ની રહશે. અમો ને વિશ્વાસ છે કે આપ સાહેબ શ્રી ઉપર ની તમામ બાબતે હળવદ વાસીઓ ને ધ્યાને રાખીને વિગતવાર જાહેર મીડિયાના માધ્યમ થી પ્રેસ કોન્ફરન્સ કરી હળવદ તાલુકા ની જનતા ને જણાવશો અને કાયદા નું ઉલંઘન કરનારા ઉપર કાયદેસર ની કાર્યવાહી કાર્યવાહી કરવામાં આવે તેવું આમ આદમી પાર્ટીના વિપુલભાઈ રબારી, ચંદુભાઈ મોરી અને અન્ય કાર્યકર્તાઓએ રજૂઆત કરતા જણાવ્યું હતું

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.