બાયડ તાલુકાના ઝાંઝરી માં કાર ના કાચ તોડી ફોન અને રોકડ ની ચોરી.
મળતી માહિતી મુજબ બાયડ તાલુકાના ઝાંઝરી ખાતે અમદાવાદનો પરિવાર ફરવા માટે આવ્યો હતો તે દરમ્યાન કારનો કાચ તોડી આઇફોન અને રોકડા (૩૮) હજાર ના મુદ્દામાલ ની અજાણ્યા ઈસમ દ્વારા ચોરી કરવામાં આવી હતી. આંબલીયારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં મુજબ ગૌરાંગભાઈ ચંદુભાઈ શાહ.રહે.તુલીપ સિટાડેલ ફેલટ શ્રેયસ ટેકરા આંબાવાડી.અમદાવાદ. અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી. બાયડ તાલુકાના ઝાંઝરી ખાતે રવિવારે અમદાવાદ અને બાયડ તાલુકા ના ગણા લોકો દર્શન અને કુદરતી સોંદર્ય ની મઝા માણવા લોકો આવતા હોય છે ત્યારે આ અમદાવાદ નો પરિવાર પણ ત્યાં દર્શન અર્થે આવેલો હતો.ત્યારે મંદિર પાસે કાર પાર્ક કરી દર્શન કરવા માટે ગયા હતા અને દર્શન કરી પરત આવ્યા ત્યારે જોયું તો ડ્રાઈવર સાઇડ નો કાચ તૂટેલી હાલત માં હતો.કાર માં તપાસ કરતા કાર માં મૂકીને ગયેલા આઇફોન અને પર્સ ગાયબ હતા.મોબાઈલ આઇફોન જેની કિંમત (૨૫૦૦૦) હજાર થતા રોકડ (૨૦૦૦) અને તેમજ પર્સ માં રોકડ (૧૧૦૦૦) હજાર તેમજ બેંકના ડેબિટ કાર્ડ તેમજ કાર ની આરસીબુક એમ કુલ મળી (૩૮૦૦૦) હજારનો મુદ્દામાલ ની ચોરી ની ફરિયાદ ફરિયાદી દ્વારા આંબલીયારા પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવી હતી.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.