શહેરને નળ કનેક્શન આપવા મનપામાં ‘પાણી’ નથી, વોર્ડ નં.18માં લાઈન, છતાં જોડાણ નહિ - At This Time

શહેરને નળ કનેક્શન આપવા મનપામાં ‘પાણી’ નથી, વોર્ડ નં.18માં લાઈન, છતાં જોડાણ નહિ


રાજકોટ મહાનગરપાલિકાએ ચાલુ વર્ષથી પાણીવેરો બમણો કરી દીધો છે પણ લોકોને પૂરતું પાણી આપી શકવામાં તંત્ર નિષ્ફળ ગયું છે. જે વિસ્તારમાં લાઈન નથી ત્યાં ટેન્કર મોકલવાની મજબૂરી છે તેવો દાવો કરતી મનપાએ વોર્ડ નં. 18માં ડી.આઈ. લાઈન બિછાવ્યા બાદ પણ કનેક્શન આપવામાં ઈનકાર કરી રહી છે. કારણ કે ત્યાં કનેક્શન આપવામાં આવે તો જે નવા જોડાણો છે તેને પાણી આપવા માટે પૂરતું પાણી જ મનપા પાસે નથી. રાજકોટ મહાનગરપાલિકા પાસે પાણી પૂરું પાડવા માટે જે પ્લાન્ટ છે તેની ક્ષમતા 30 કરોડ લિટર પાણી એક દિવસમાં ફિલ્ટર કરવાની છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.