નવસારી એગ્રીકલ્ચરલ યુનિવર્સીટી ઈન્ટર-કોલેજીએટ ક્રિકેટ ટુર્નામેન્ટ -2022-23 ઈન્ટર-કોલેજીએટ ક્રિકેટ ટુર્નામેન્ટ -2022-23 ” સંપન્ન.
નવસારી એગ્રીકલ્ચરલ યુનિવર્સીટી ઈન્ટર-કોલેજીએટ ક્રિકેટ ટુર્નામેન્ટ -2022-23
ઈન્ટર-કોલેજીએટ ક્રિકેટ ટુર્નામેન્ટ -2022-23 ” સંપન્ન.
નવસારી એગ્રીકલ્ચરલ યુનિવર્સીટી, નવસારી ખાતે તા. 06-01-2023 થી 09-01-2023 દરમ્યાન નવસારી એગ્રીકલ્ચરલ યુનિવર્સીટી, નવસારીના સ્પોર્ટ્સ કોમ્પેક્ષ ખાતે ઈન્ટર-કોલેજીએટ ક્રિકેટ ભાઈઓ ટુર્નામેન્ટનું આયોજન થયેલ હતું. જેમાં ભાઇઓની સ્પર્ધામાં કુલ 8 કોલેજના 120 ખેલાડીઓએ ટીમ મેનેજર્સ અને ટીમ સ્ટાફ સાથે ભાગ લીધેલ હતો. જેમાં કોલેજ ઓફ એગ્રીકલ્ચર, એનએયુ, કેમ્પસ ભરૂચનો અનુક્રમે તા. 07-01-2023 ના રોજ પ્રથમ મેચ કોલેજ ઓફ એગ્રીકલ્ચર, એનએયુ, વઘઈ સામે રમેલ જેમાં કોલેજ ઓફ એગ્રીકલ્ચર, એનએયુ, કેમ્પસ ભરૂચ પ્રથમ બેટીંગમાં કુલ 20 ઓવરમાં 189 રન /4 વિકેટ સાથે કરેલ હતા. અને સામે કોલેજ ઓફ એગ્રીકલ્ચર, એનએયુ, વઘઈ ટીમને 28 રને 10.5 ઓવરમાં ઓલ આઉટ કરી 161 રનથી વિજેતા થયેલ હતાં. તા. 08-01-2023 ના રોજ ત્યારબાદ સેમીફાઈનલ મેચમાં એસ્પી કોલેજ ઓફ હોર્ટીકલ્ચર એન્ડ ફોરેસ્ટ્રી, એનએયુ, નવસારીએ પ્રથમ બેટીંગમાં 20 ઓવરમાં 103-10 વિકેટ સાથે કરેલ હતાં. જેની સામે જેમાં કોલેજ ઓફ એગ્રીકલ્ચર, એનએયુ, કેમ્પસ ભરૂચની ટીમે 13 ઓવરમાં 2 વિકેટ સાથે 106 કરી મેચ જીતી ગયા હતાં. તા. 09-01-2023ના રોજ ક્રિકેટ ફાઈનલ મેચ એન.એમ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, એનએયુ, નવસારી સામે હતી. જેમાં ટોસ જીતીને એન.એમ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, એનએયુ, નવસારીએ બોલીંગ લીધેલ હતી. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, એનએયુ, કેમ્પસ ભરૂચ પ્રથમ બેટીંગમાં કુલ 20 ઓવરમાં 117 રન-10 વિકેટ સાથે કરેલ હતા. અંતે એન.એમ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, એનએયુ, નવસારીને 13.1 ઓવરમાં 62 રને ટીમને ઓલ આઉટ કરીને ફાઈનલ મેચ કુલ 55 રને જીતીને નવસારી એગ્રીક્લચરલ ઈન્ટર કોલેજ ક્રિકેટ સ્પર્ધા-2022-23માં કોલેજ ઓફ એગ્રીકલ્ચર,એનએયુ, કેમ્પસ ભરૂચે વિજેતા તરીકે સ્થાન પ્રાપ્ત કરેલ હતું. કોલેજ ઓફ એગ્રીકલ્ચર,એનએયુ, કેમ્પસ ભરૂચ વર્ષ 2019-20, 2021-22 અને 2022-23 એમ સતત ત્રણ વર્ષ વિજેતા તરીકે પોતાનું સ્થાન જાળવી રાખેલ છે.
સ્પર્ધા સમાપન સમયે મુખ્ય મહેમાન ડૉ. આર.એમ.નાયક સાહેબ વિદ્યાર્થી કલ્યાણ નિયામકશ્રી, નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સીટી,નવસારી, સ્પર્ધા આયોજક ડૉ. અલકાસિંઘ મેડમ, પ્રિન્સીપાલશ્રી, એસ્પી કોલેજ ઓફ હોર્ટીકલ્ચર એન્ડ ફોરેસ્ટ્રી એનએયુ, નવસારી અને ડૉ. ડી.ડી. પટેલ સાહેબ પ્રિન્સીપાલશ્રી, કોલેજ ઓફ એગ્રીકલ્ચર, એનએયુ, ભરૂચ દ્વારા વિજેતા ટીમ અને ઉપવિજેતા ટીમને ટ્રોફીથી પ્રોત્સાહિત કર્યા હતા. ડૉ. આર.એમ.નાયક સાહેબ વિદ્યાર્થી કલ્યાણ નિયામકશ્રી, નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સીટી,નવસારી દ્વારા તમામ પ્લેયર્સને અભિનંદન પાઠવ્યા. તેમજ હાર અને જીત ઉત્તમ સમજ આપી ભવિષ્યની તમામ સ્પર્ધાઓ માટે માર્ગદર્શન આપ્યુ.
સમગ્ર સ્પર્ધામાં કોલેજ ઓફ એગ્રીકલ્ચર, એનએયુ, કેમ્પસ ભરૂચનો ખૂબ જ ઉમદા પરફોમન્સ પાછળ ટીમના તમામ પ્લેયર્સની સખત મહેનત અને કોલેજ ઓફ ઓગ્રીકલ્ચર, એનએયુ, કેમ્પસ ભરૂચના પ્રિન્સીપાલશ્રી ડૉ.ડી.ડી.પટેલ સાહેબના નેતૃત્વ,માર્ગદર્શન હેઠળ સાધન સુવિધાની સગવડતા સાથે નિયમિત પ્રોત્સાહન પ્રિન્સીપાલશ્રી ડૉ.એ.ડી.રાજસાહેબ(પોલીટેકનીક), એસઆરસી ચેરમેન(કોલેજ) ડૉ. એસ. આર. પટેલ અને એસઆરસી ચેરમેન(કોલેજ) ડૉ. આર. ડી. ઘંધુકિયાસાહેબ(પોલીટેકનીક) દ્વારા પૂરુ પાડવામાં આવેલ હતુ. તેમજ ફિઝીકલ ઈન્સ્ટ્રક્ટર ડૉ. એચ. એસ. મકવાણાની પ્લેયર્સ સાથે નિયમિત પ્રેકટીસને ફાળે જાય છે. કોલેજ ઓફ એગ્રીકલ્ચર,એનએયુ, કેમ્પસ ભરૂચ પરિવાર ક્રિકેટ ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.