ગોધરા- પંચમહાલ જીલ્લા યુથ કોંગ્રેસ દ્વારા તોરણી શાળાની બાળકીના મોત મામલે મૌન રેલી યોજી વિરોધ દર્શાવ્યો,આચાર્યને ફાંસીની સજાની માંગ
ગોધરા,
ગોધરા ખાતે દાહોદની તોરણી પ્રાથમિક શાળાની માસુમ બાળકીની દુષ્કર્મ ગુજારવાના પ્રયાસ બાદ આચાર્યે કરેલી નિર્મમ હત્યા કરી દેવાના મામલે જીલ્લા યુથ કોંગ્રેસ દ્વારા મૌનરેલીનુ આયોજન કર્યુ હતુ. પોસ્ટર દ્વારા પણ વિરોધ પ્રદર્શિત કરવામા આવ્યો હતો.
દાહોદ જીલ્લાના સિંગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળામાં પહેલા ધોરણમાં ભણતી માસુમ વિદ્યાર્થી પર દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા કરી દેવાનો મામલો ગુજરાતમા ગુંજ્યો છે. આ મામલે હવે વિપક્ષ સહિતના અન્ય રાજકીય પાર્ટીઓ પણ તેનો ભારે વિરોધ કરી રહી છે. આ મામલે પંચમહાલ જીલ્લા યુથ કોંગ્રેસ દ્વારા પણ આજે વરસતા વરસાદ વચ્ચે મૌન રેલી કાઢવામા આવી હતી. યુથ કોંગ્રેસ પ્રમુખ મિકી જોસેફના નેતૃત્વમા વિશ્વકર્મા ચોકથી નીકળેલી મૌન રેલી રેલી સરદારનગર ખંડ ,ગાંધીચોક ,ચર્ચ ,પાંજરાપોળ ,કલાલ દરવાજા ,નગરપાલિકા ,ચોકી ન.૧ થઈ,જૂની પોસ્ટ ઓફિસથી પરત વિશ્વકર્મા ચોક પહોંચી હતી. સાથે સાથે બેટી બચાવો બેટી પઢાવોના તાયફા બંધ કરો, સુરક્ષિત ભાજપ અને અસુરક્ષિત મહિલા,ભાજપાના રાજમા કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી, મહિલા પર અત્યાચારોની સંખ્યા વધી સહિતના લખાણો વાળા પ્લે કાર્ડ દર્શાવીને વિરોધ કર્યો હતો.
કોંગ્રેસના ભુતપુર્વ જીલ્લા પ્રમુખ અજીતસિહ ભટ્ટીએ જણાવ્યુ હતુ કે તોરણી પ્રાથમિક શાળામા જે ઘટના બની છે તેને અમે વખોડીએ છે. આ બનાવ ગુજરાતની સાથે સાથે ભારત માટે પણ ચિંતાપ્રેરીત છે. ખાસ તો ભાજપના રાજમા બાળકીઓ અને મહિલાઓ સાથે અત્યાચાર થાય છે તે ચિંતા પ્રેરીત છે. આ કારણે દેશમા નારાજગીનુ વાતાવરણ છે. આવા કૃત્યોને ચલાવી લેવાઈ નહી. ભાજપ બોખલાઈ ગઈ છે. આ રેલીમાં કોંગ્રેસના આગેવાનો તેમજ અગ્રણીઓ હાજર રહ્યા હતા.
રીપોર્ટ, વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.